________________
૨ ૧૭
યુગલિક સ્ત્રીઓનું વર્ણન
भूषणालंकृते यासां श्रवणे दीर्घवर्तुले । दोलाविलासं बिभृतः क्रीडतो रत्यनंगयोः ॥१५७॥ सुवर्णशालिनोर्मुक्ता-मययोश्चारुवृत्तयोः । तुल्ययोः शोभते संगो यत्कुंडलकपोलयोः ॥१५८॥ यद्गौरगल्लयो ति कुटिलालकवल्लयः । प्रसूनेषोरिव जय-प्रशस्त्यक्षरपंक्तयः ॥१५९।। मलिनांशव्यपोहाय योऽयमर्कीकृतो विधुः । यासां भालस्थलं तेन निर्मलेनेव निर्मितं ॥१६०।। यदास्यसुषमाकांक्षी ममज्जांभोनिधौ विधुः । तथापि योनिजातस्य तस्य तातस्य सा कुतः ।।१६१॥ किंचिदाकुंचिताः स्निग्धा मृदुला: श्यामलांशवः । यासामत्यंततनवः केशा लेशा इव श्रियां ॥१६२॥ मानवा मौलितो वा यद्यप्यं हेस्तु नाकिनः । तथाप्येतेऽतिपुण्यत्वा-देवत्वेन विवक्षिताः ॥१६३॥
છે. શૃંગારરસથી પૂર્ણ એવા ચક્ષુરૂપ સરોવરમાં કામરૂપ પવનથી ઉછળતા જાણે તરંગો હોય, તેમ તેણીના કટાક્ષો શોભે છે. ૧૫૦–૧૫૬. - ભૂષણોથી અલંકૃત અને દીર્ઘ તેમજ વર્તુલ (ગોળ) એવા તેના કર્ણો, ક્રીડા કરતા રતિ અને અનંગના હીંડોળા જેવા શોભે છે. સુવર્ણના મુક્તામય, ચારુ અને ગોળ એવા કુંડળયુગલનો તેની સમાન સ્થિતિવાળા કપોળ (ગાલ) સાથેનો સંયોગ શોભે છે. જેના ગૌર એવા ગલ્લ (કંઠના પાછલા ભાગ) ઉપર લોટતી કુટિલ એવી કેશની વલ્લીઓ કામદેવને પ્રસિદ્ધિ આપનારી જયપ્રશસ્તિની અક્ષર પંક્તિઓ જેવી શોભે
મલિન ભાગને દૂર કરવા માટે અર્ધ કરેલા ચંદ્રમાની નિર્મળતાવડે જ નિર્માણ કરેલું હોય, તેવું તેનું ભાસ્થળ શોભે છે. જેના મુખની શોભાને પ્રાપ્ત કરવા માટે તેની ઈચ્છાથી ચંદ્રમા સમુદ્રમાં ડૂબી જાય છે, તો પણ ઉત્પત્તિ સ્થાનરૂપ એવા સમુદ્ર રૂપી તેના પિતા પાસે તે ક્યાંથી હોય ? કાંઈક વાંકા, સ્નિગ્ધ, મૃદુલ, શ્યામ કાંતિવાળા અને અત્યંત પાતળા એવા તેના કેશ લક્ષ્મીના લેશ જેવા શોભે છે. ૧૫૭–૧૬૨.
મનુષ્યોનું વર્ણન મસ્તકથી કરવું અને દેવોનું ચરણથી કરવું એવો નિયમ છે. છતાં અતિપુણ્યશાળી હોવાથી યુગલિકોનું વર્ણન દેવોની રીતે ચરણથી કરવામાં આવ્યું છે. ૧૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org