________________
૨૧૮
કાલલોક-સર્ગ ૨૯ सिद्धांतेऽप्यत एवैषा-मनेनैव क्रमेण हि । आदिष्टं वर्णनं पूज्यै-रियं तद्दिक् प्रदर्शिता ॥१६४॥ एवं च ताः सुवदनाः सुकेश्यः स्युः सुलोचनाः । चारुवक्षोजजघनाः सदावस्थितयौवनाः ॥१६५॥ सद्राजहंसगतयः कलकंठीकलस्वराः ।।
स्वर्णचंपकचार्वंग्यो द्वात्रिंशल्लक्षणांचिताः ॥१६६।। द्वात्रिंशल्लक्षणानि च ज्योतिष्करंडवृत्तौ श्रीमलयगिरिभिर्दर्शितानि पूर्वोक्तान्येव, किं त्वत्र जंबूद्वीपप्रज्ञप्तिसूत्रवृत्तौ मकरस्थाने मकरध्वज दृति दृश्यते, तथा च तद्ग्रंथः - मकरध्वजः कामदेवस्तत्संसूचकं सूचनीये सूचकोपचाराल्लक्षणमिति, तच्च सर्वकालमविधवत्वादिसूचकमिति।
स्वभर्तुः किंचिदूनोच्चा भाग्यसौभाग्यभूमयः । सर्वेषामप्यनुमता दक्षालापाः प्रियंवदाः ॥१६७।। सुस्था भाविकशृंगाराः सीमंताद्युज्झिता अपि । मदमंथरगामिन्यो निर्विकाराशया अपि ॥१६८।।
સિદ્ધાંતમાં પણ આ ક્રમથી જ તેનું વર્ણન પૂજ્યપુરુષોએ કરેલું છે, તેથી અમે પણ તે દિશા બતાવેલ છે. ૧૬૪.
આ પ્રમાણે તે સ્ત્રીઓ સારા મુખવાળી, સારા કેશવાળી, સારા લોચનવાળી, સારા વક્ષોભ ને જઘનવાળી, સદા અવસ્થિત યૌવનવાળી, રાજહંસ સમાન ગતિવાળી, કોયલ જેવા મધુર સ્વરવાળી, સ્વર્ણ ને ચંપક સમાન મનોહર શરીરવાળી તથા બત્રીસ લક્ષણવાળી હોય છે. ૧૬૫–૧૬.
તેના બત્રીસ લક્ષણો જ્યોતિષ્કરંડકવૃત્તિમાં શ્રીમલયગિરિ મહારાજે પૂર્વે કહ્યા પ્રમાણે જ કહેલા છે, પરંતુ જંબુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રની વૃત્તિમાં મકરને સ્થાને મકરધ્વજ દેખાય છે તે આ પ્રમાણે-મકરધ્વજ એટલે કામદેવ તેના સૂચક એટલે સૂચનીયને વિષે સૂચકનો ઉપચાર કરવાથી તેને ઓળખાવનાર લક્ષણ. તે સર્વકાળ અવિઘવાપણું વિગેરેના સૂચક છે.
યુગલિક સ્ત્રીઓ પોતાના સ્વામીથી કાંઈક ઓછી ઉંચી, ભાગ્ય ને સૌભાગ્યની ભૂમિ જેવી, સર્વને ગમે તેવી, દક્ષ આલાપવાળી, પ્રિય બોલનારી, સ્વાભાવિક સીમંતાદિ કેશની વ્યવસ્થા રહિત છતાં પણ સ્વાભાવિક શૃંગારથી શોભતી, નિર્વિકાર આશયવાળી છતાં પણ જાણે મદવડે મંદગતિવાળી હોય તેવી, સ્ત્રીજનને ઊચિત એવા સ્વાભાવિક લીલા વિગેરે દશ અલંકારવડે જાણે સારી રીતે શીખેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org