________________
કલ્પવૃક્ષનું સ્વરૂપ
૨૦૭
दीनारमालिका चंद्र-मालिका सूर्यमालिका । शिरोमणिझुंबनकं कांची च कटिसूत्रकं ॥८५॥ नुपूरः पादकटको घर्घरी क्षुद्रघंटिका । भूषाभिदो या इत्याद्याः स्वर्णमुक्तामणिभवाः ॥८६॥ स्वभावतस्तथारूपैः फलपुष्पैरलंकृताः । तदर्थिनां द्रुमास्ते द्राक् पूरयति मनोरथान् ।।८७॥
પંમિ: શુn | गेहाकाराः कल्पवृक्षा नानागेहाकृतिस्पृशः । निवाससौख्यं विपुलं वितरंति तदर्थिनां ॥८८॥ कपिशीर्षस्फुरद्वप्र-चरिकाट्टालकांचिताः । मनोज्ञमंडपास्तुंग-तोरणांचितगोपुराः ॥८९॥ एकद्वित्रिचतुःपंच-घट्सप्तायुरुभूमयः । गवाक्षालीपरिक्षिप्ताः सन्निपूहविटंकिकाः ॥९०॥ अभंलिहशिरश्चंद्र-शालाशालितमौलयः । सद्भारपट्टवलभी-स्तंभसंबंधबंधुराः ॥११॥
સોનામહોરની માળા, ચંદ્રમાળા, સૂર્યમાળા, મસ્તકનો મણિ, ઝુમણાં, કાંચી, કટિસૂત્ર, નૂપુર, પાદકટક, ઘર્ઘરી, ક્ષુદ્રઘંટિકા ઈત્યાદિ જે સુવર્ણ,, મોતી અને મણિના બનાવેલા આભૂષણોના પ્રકારો છે, તેને આપનારા તથા સ્વભાવે જ તેવા પ્રકારના એટલે તેવી આકૃતિવાળા ફળ અને પુષ્પો વડે શોભતા તે વૃક્ષો તેવા અલંકારોના અર્થી યુગલિકોના મનોરથોને શીધ્ર પૂર્ણ કરે છે. ૮૨-૮૭.
૯નવમા ગેહાકાર નામના કલ્પવૃક્ષો નાના પ્રકારના ઘરની આકૃતિવાળા જ હોય છે. તેના (નિવાસના) અર્થી યુગલિકોને તે વિપુળ એવું નિવાસ સંબંધી સુખ આપે છે. તે ગેહાકાર કલ્પવૃક્ષો કેવા હોય છે? કાંગરાવડે સ્કુરાયમાન ગઢ, અને તેના ઉપર ચારે તરફ રહેલી ચાલ અને ગોખ વિગેરેથી શોભતા, મનોજ્ઞમંડપવાળા ને ઊંચા તોરણવાળા દરવાજાઓથી શોભતા, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત માળવાળા, ચારે તરફ બારીઓ અને ગોખવાળા, ઉત્તમ ખીંટીઓ અને પક્ષીઓ બેસે તેવા ઝુલતા ભાગવાળા, આકાશ સુધી પહોંચે તેવી ઊંચી અગાશી વડે શોભતા શિખરવાળા, સુંદર ભારપટ, અને વલ્લભી તથા સ્તંભોથી વ્યાપ્ત, ગોળ, ત્રિકોણને ચોરસ આકારવાળા, અરીસા જેવી સપાટ ભૂમિવાળા, શોભાયમાન ચંદરવાવાળા, ચિત્રવડેવિચિત્ર ભીંતોવાળા, એક, બે ત્રણ, ચાર વિગેરે શાળા-ઓરડાઓવાળા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org