________________
યુગલિક સ્ત્રીઓનું વર્ણન
૨૧૩
तलिनानुन्नतान् रक्तान् दधत्यः पादयोर्नखान् । दशदिक्पतिदेवीना-मात्तान् मौलिमणीनिव ॥१२६॥ यासां वृत्तक्रमस्थूल-मृदुजंघापराजिताः । वसंति विपिनेऽद्यापि हरिण्यो लज्जिता इव ॥१२७॥ जिता वृत्ताऽरोमपीन-मृदुगौरैर्यदूरुभिः । कदल्चोंतर्दधुः शून्य-भावं व्रीडातुरा इव ॥१२८॥ सामुद्गसंपुट इव श्लिष्टसंधिर्न दृश्यते । यासां जानुर्भृशं गूढः कृपणस्येव सेवधिः ॥१२९॥ नितंबबिंब पृथु या दधते पीनवर्तुलं । जंगमं त्रिजगज्जिष्णोः स्मरस्येव सुदर्शनं ॥१३०॥ वदनद्विगुणायामं मृदुलं मांसलं घनं ।
विभाति जघनं यासां स्व:सरित्पुलिनोपमं ॥१३१॥ यतो लक्षणोपेतस्त्रीणां जघनं मुखायामाद् द्विगुणविस्तारं भवतीति ।
कटी पटीयसी यासां कंठीरवविजित्वरी ।।
नाभिः सौंदर्यसर्वस्व-भूमभूमिगृहोपमा ॥१३२॥ રક્ત પાદાંગુળીઓના નખને ધારણ કરતી તેમજ દશદિપાળની દેવીઓના મસ્તકપર રાખેલ મણિ જેવા નખવાળી; જેમની ગોળ, ક્રમથી સ્થૂળ થતી અને સુકોમળ એવી જંઘા (પીંડી)થી પરાજિત થયેલી મૃગલીઓ જાણે લજ્જા પામી હોય, તેમ હજૂ પણ જંગલમાં વસે છે; તેમ જ જેના ગોળ, રોમ વિનાના પુષ્ટ, કોમળ અને ઉજ્જવળ એવા ઊરુવડે જીતાયેલી કેળો લજ્જાતુર થઈને દ્ધયમાં શૂન્ય ભાવને ધારણ કરે છે. ડાબડાના સંપુટ જેવા મળેલા સાંધાવાળા જેના અતિગુપ્ત જાનુ (ઢીંચણ) કૃપણની લક્ષ્મીની જેમ જોવામાં આવતા નથી; ૧૨૫–૧૨૯.
વિસ્તારવાળા, પુષ્ટ અને ગોળ એવા નિતંબના બિંબને ધારણ કરનારી કે જે નિતંબ જાણે ત્રણ જગતને જીતનાર કામદેવનું જંગમ સુદર્શનચક્ર હોય તેવું દેખાય છે; વદનથી બમણા વિસ્તારવાળા, સુંવાળા, માંસલ અને ઘન એવા જઘનને ધારણ કરનારી કે જે જઘન દેવનદી ગંગાના) પુલિન જેવું દેખાય છે; (લક્ષણોપેત સ્ત્રીનું જઘન વદન કરતાં બમણા વિસ્તારવાળું હોય છે.)૧૩૦-૧૩૧.
જેની કટી સિંહની કટીને જીતે એવી સુંદર હોય છે; નાભિ સૌંદર્યસર્વસ્વને છુપાવવા માટે કરેલા ભૂમિગૃહ જેવી હોય છે; તેનું ઉદર એટલું કૃશ હોય છે, કે જે સ્પષ્ટ દેખાતું પણ નથી, પરંતુ ત્રિવલીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org