________________
૨૮ સર્ગ સંબંધી વેદાંગજ્યોતિષ
" वेदा हि यज्ञार्थमभिप्रवृत्ताः कालानुपूर्व्या विहिताश्च यज्ञाः । तस्मादिदं कालविज्ञानशास्त्रं यो ज्योतिषं वेद स वेद यज्ञम्" ॥३॥
‘‘વેદો યજ્ઞને માટે પ્રવર્તેલા છે, અને યજ્ઞો કાળની આનુપૂર્વીએ કહેલા છે, તેથી આ કાળવિજ્ઞાનના શાસ્ત્રરૂપ જ્યોતિષને જે પુરુષ જાણે છે, તે પુરુષ યજ્ઞને જાણે છે.'' ૩.
पृ. २९० " माघशुक्लप्रपन्नस्य पौषकृष्णसमापिनः । युगस्य पंचवर्षस्य कालज्ञानं प्रचक्षते ||५||
स्वराक्रमेते सोमार्कौ यदा साकं सवासवौ । स्यात्तदादि युगं माघस्तपः शुक्लोऽयनं ह्युदक् ॥६॥
प्रपद्येते श्रविष्ठादौ सूर्याचन्द्रमसावुदक् । सार्पा दक्षिणास्तु माघश्रावणयोः सदा ॥७॥
Jain Education International
धर्मवृद्धिरपां प्रस्थ : क्षपाहास उदग्गतौ । दक्षिणे तौ विपर्यासः षण्मुहूर्त्ययनेन तु " ॥ ८ ॥
૧૯૩
‘‘માઘ શુક્લથી શરૂ થનાર અને પોષ કૃષ્ણમાં સમાપ્ત થનાર પાંચ વર્ષના યુગનું કાળજ્ઞાન કહેવાય છે. (૫). જ્યારે ધનિષ્ઠા નક્ષત્ર સહિત સૂર્ય અને ચન્દ્ર એકી સાથે આકાશને ઓળંગે છે, ત્યારે યુગની શરૂઆત થાય છે. તે વખતે માઘ માસ શુક્લપક્ષ અને ઉત્તરાયણ હોય છે. (૬). ધનિષ્ઠાની આદિમાં માઘ માસમાં સૂર્ય અને ચંદ્ર સદાકાળ ઉત્તરાયણને પામે છે અને શ્રાવણ માસમાં આશ્લેષા અર્ધ જાય ત્યારે સદાકાળ દક્ષિણાયનને પામે છે. (૭). ઉત્તરાયણમાં જળના એક પ્રસ્થપ્રમાણ દિવસની વૃદ્ધિ અને તેટલી જ રાત્રિની હાનિ હોય છે. અને દક્ષિણાયનમાં તેનાથી વિપરીત (એક પ્રસ્થ જળ જેટલી રાત્રિની વૃદ્ધિ અને દિવસની હાનિ) હોય છે. એક અયનમાં છ મુહૂર્તની વૃદ્ધિ હાનિ થાય છે. (૮).
નોંધ – ‘અર્થશાસ્ત્ર’ના અધિ. ૨, અ. ૭, પ્ર. ૨૫ માં અષાઢી પર્યવસાન વર્ષ અર્થાત્ અષાડ શુદિ પૂનમે પૂરું થતું વર્ષ કહ્યું છે તેની સાથે આ રચના મળતી નથી.)
पृ. ३२३ ‘“त्रिशत्यह्नां सषट्षष्टिरब्दे षट् चर्तवोऽयने ।
मासा द्वादश सूर्या: स्युरेतत्पंचगुणं युगम् ॥२८॥
‘‘એક વર્ષમાં ત્રણ સો ને છાસઠ દિવસો, છ ઋતુ, બે અયન અને બા૨ સૂર્યમાસ હોય છે તેનાથી પાંચ ગુણો યુગ હોય છે.'' (૨૮).
For Private & Personal Use Only
www.jainelibrary.org