________________
મતાંતરે સંખ્યા સ્થાન
૧૯૭ दुःषमानुभावतो दुर्भिक्षप्रवृत्त्या साधूनां पठनगुणनादिकं सर्वमप्यनेशत्, ततो दुर्भिक्षातिक्रमे सुभिक्षप्रवृत्तौ द्वयोः स्थानयोः संघमेलकोऽभवत्तद्यथा-एको वलभ्यामेको मथुरायां, तत्र च सूत्रार्थसंघटने परस्परं वाचनाभेदो जातो, विस्मृतयोर्हि सूत्रार्थयोः स्मृत्वा संघटने भवत्यवश्यं वाचनाभेद इति न काचिदनुपपत्तिः, तत्रानुयोगद्वारादिकमिदानी वर्तमानं माथुरवाचनानुगतं, ज्योतिष्करंडसूत्रकर्ता चाचार्यो वालभ्यस्तत इदं संख्यानप्रतिपादनं वालभ्यवाचनानुगतमिति नास्यानुयोगद्वारादिप्रतिपादितसंख्यास्थानैः सह विसशत्वमुपलभ्य विचिकित्सितव्यमिति ।
आरभ्य समयादेवं शीर्षप्रहेलिकावधि ।
कालस्य गणितं ज्ञेय-मुपमेयं ततः परं ॥२२॥ तथोक्तं भगवत्यनुयोगद्वारजंबूद्वीपप्रज्ञप्त्यादिसूत्रेषु 'एतावतावगणिए एतावतावगणियस्स विसए, ते ण परं उवमिए'
अनेन कालमानेन धर्मायां नारकांगिनां । यथासंभवमायूंषि मीयंते तत्त्ववेदिभिः ॥२३॥
ગયું. પછી દુર્ભિક્ષ દૂર થયો અને સુભિક્ષ પ્રવર્યો એટલે બે સ્થાને સંઘ એકત્ર મલ્યો. એક વલભીમાં અને બીજો મથુરામાં; તેથી સૂત્રાર્થના આ સંઘટ્ટનમાં પરસ્પર વાચનાભેદ થયો. ભૂલી ગયેલ સૂત્રાર્થને સંભારીને સંઘટ્ટન કરવામાં અવશ્ય વાચનાભેદ થવા સંભવ છે, એમાં કાંઈ અસંભવિતપણું નથી. તે બંને સ્થાનમાંથી અહીં જે અનુયોગદ્વારાદિ વર્તે છે, તે માથુરવાચના પ્રમાણે છે. જ્યોતિષ્કરંડકસૂત્રના કર્તા આચાર્ય વલભીવાચનાવાળા છે, તેથી બીજી રીતનું કહેલ સંખ્યાનું પ્રતિપાદન વાલવ્યવાચના પ્રમાણે છે. તેથી આ સંખ્યાનું અનુયોગ દ્વારાદિ પ્રતિપાદિત સંખ્યાસ્થાનની સાથે જુદાઈ જોઈને શંકા (વિચિકિત્સા) કરવાનું કારણ નથી.”
સમયથી માંડીને શીર્ષપ્રહેલિકા સુધી કાળનું ગણિત ઉપર પ્રમાણે જાણવું અને ત્યારપછી ઉપમાવડે (પલ્યોપમાદિ) ગણિત સમજવું.૨૨.
તે બાબત શ્રીભગવતી, અનુયોગદ્વાર, જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ વિગેરે સૂત્રોમાં કહ્યું છે કે –“એટલે સુધી ગણિત કહેલું છે, એટલે સુધી ગણિતનો વિષય છે. ત્યારપછી ઉપમાથી સમજવાનું છે.”
આ પ્રમાણે (પલ્યોપમાદિ) કાળમાનવડે ધર્મ વિગેરે નારકના જીવોના યથાસંભવ આયુષ્ય તત્ત્વવેત્તાઓ માપે છે. ૨૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org