________________
૧૦૬
કાલલોક-સર્ગ ૨૮
ऋतूनामित्यमी मासा यथाशास्त्रं निरूपिताः । अथर्तुपूरकतिथि-ज्ञानाय करणं ब्रूवे ॥६६५॥ जिज्ञासितौर्या संख्या द्विगुणा सा विधीयते । रूपोना क्रियते द्वाभ्यां गुण्यते च ततः पुनः ॥६६६॥ द्विः स्थाप्यतेऽथ चैकस्याः कृतेऽर्द्ध ज्ञायते सुखं । युगातीतपर्वयुक्ता-भीष्टतॊरंतिमा तिथिः ॥६६७॥ यथा युगे तिथौ कस्यां प्रथमर्तुः समाप्यते । इति प्रश्ने ऋतुसंख्यै-ककः स द्विगुणीकृतः ॥६६८॥ द्वौ स्यातां तौ च रूपोना-वेकः स द्विगुणः पुनः । द्वावेव तौ द्विः स्थाप्येते एकत्राः कृते पुनः ॥६६९।। एकोऽवशिष्ट एवं च द्विपर्वातिक्रमे युगे । ऋतुराद्यः प्रतिपदि संपूर्णः प्रथमे तिथौ ॥६७०॥ जिज्ञासिते द्वितीयत्ततॊ द्वावेव द्विगुणीकृतौ ।
जाताश्चत्वार एकोनास्त्रयस्ते द्विगुणीकृताः ॥६७१॥ આ પ્રમાણે ઋતુના માસો શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે અહીં બતાવ્યા છે. હવે ઋતુને સમાપ્ત કરનારી તિથિને જાણવા માટે કરણ (રીત) કહું છું. ૬૬૫
જાણવાને ઇચ્છેલા ઋતુની જે સંખ્યા હોય, તેને બમણી કરવી. તેમાંથી એક બાદ કરવો, તેને ફરીથી બેએ ગુણવા. તે અંકને બે ઠેકાણે જુદો જુદો સ્થાપવો, તેમાંથી એક તરફના અંકને અર્ધ કરવો. તેમ કરવાથી યુગના વીતી ગયેલા પર્વ સહિત ઇચ્છિત ઋતુની છેલ્લી તિથિ સુખેથી જાણી શકાય છે. ૬૬-૬૭.
જેમ કે યુગમાં પ્રથમ ઋતુ કઈ તિથિએ સમાપ્ત થાય ? એમ કોઈ પ્રશ્ન કરે તો ઋતુની સંખ્યા એક હોવાથી તેને બમણી કરવાથી બે (૨) થયા. તેમાંથી એક બાદ કરતાં (૨-૧=૧) બાકી રહ્યો. તેને ફરીથી બેએ ગુણતાં (૨૪૧=૨) બે થયા. તેને જુદા જુદા બે ઠેકાણે સ્થાપન (
રર) કર્યા. તેમાંથી એક ઠેકાણે સ્થાપેલા બેને અર્ધા (
ર૧) કર્યા, તો એક આવ્યો; તેથી બે પર્વ વીતી ગયા પછી એકમને દિવસે પહેલો ઋતુ પૂર્ણ થયો એમ સિદ્ધ થયું. ૬૬૮-૬૭)
બીજા ઋતુની છેલ્લી તિથિ જાણવાની ઇચ્છા થાય તો બેને બમણા કરવાથી ચાર (૨+૨=૪) થાય. તેમાંથી એક બાદ કરતાં ત્રણ (૪-૧=૩) રહ્યા. તેને ફરીથી બમણા કરતાં છ (૩*૩=s) થયા. તેને બે ઠેકાણે સ્થાપન (૬]) કર્યા. તેમાંથી એક ઠેકાણે સ્થાપેલા છને અર્ધા કર્યા ત્યારે ત્રણ રહ્યા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org