________________
૧૩૭
પાંચ કરણો કયારે?
अन्यत्र स्त्रीविलोचनस्थाने तैतिलमिति, गरादिस्थाने च गरमिति संज्ञा श्रूयते इति ય !
तिथिष्वनियतास्वेता-न्यावर्तते यथाक्रमं । शुक्लपक्षे प्रतिपदः पश्चिमार्द्ध बवं भवेत् ॥८६८॥ द्वितीयायाश्चादिमेऽर्द्ध बालवं कौलवं परे । तृतीयायाश्चादिमेऽर्द्ध भवति स्त्रीविलोचनं ॥८६९॥ अपरार्द्ध तृतीयाया गरादिकरणं भवेत् । चतुर्थ्याः प्रथमेऽर्द्ध स्या-द्वणि विष्टिरंतिमे ॥८७०।। पुनर्बवं बालवं च पंचम्या अर्द्धयोर्द्वयोः । क्रमादर्द्धद्वये षष्ठ्याः कौलवस्त्रीविलोचने ॥८७।। अर्द्धद्वये च सप्तम्या गरादिवणिजे स्मृते । अष्टम्याः प्रथमेऽर्द्ध स्याद्विष्टिरंत्ये पुनर्बवं ॥८७२॥ बालवं कौलवं चेति नवम्या अर्द्धयोर्द्वयोः ।
કર્ણદયે રશખ્યા: સ્ત્રી-વિત્નોરનીમિથે ૫૮૭રૂા. કોઈક ઠેકાણે સ્ત્રીવિલોચનને ઠેકાણે તૈતિલ અને ગરાદિને ઠેકાણે ગર એવા નામ સંભળાય છેએમ જાણવું.
આ કરણો અનિયમિત તિથિઓમાં અનુક્રમે ફર્યા કરે છે. તેમાં શુકલપક્ષમાં પ્રતિપદાના પાછલા અર્ધ ભાગમાં બવ નામનું કરણ હોય છે. ૮૬૮.
દ્વિતીયા તિથિના પહેલા અર્ધભાગમાં બાલવ નામનું કારણ હોય છે, પાછલા અર્ધ ભાગમાં કૌલવ નામનું કરણ હોય છે, ત્રીજના આદિ અર્ધ ભાગમાં સ્ત્રીવિલોચન નામનું કરણ હોય છે.૮૬૯.
ત્રીજના પાછલા અર્ધ ભાગમાં ગરાદિ નામનું કારણ હોય છે, ચોથના પહેલા અર્ધ ભાગમાં વણિજ નામનું કારણ હોય છે અને ચોથના પાછલા અર્ધ ભાગમાં વિષ્ટિ નામનું છેલ્લું કરણ હોય છે. ૮૭૦.
. ફરીથી બવ અને બાલવ-એ બે કરણો અનુક્રમે પાંચમના બન્ને અર્ધભાગમાં હોય છે, કૌલવ અને સ્ત્રીવિલોચન એ બે કરણો અનુક્રમે છઠ્ઠના બને અર્ધભાગમાં હોય છે. ૮૭૧.
ગરાદિ અને વણિજ-એ બે કરણો સાતમના બન્ને અર્ધભાગમાં અનુક્રમે હોય છે; તથા આઠમના પહેલા અર્થમાં વિષ્ટિ કરણ હોય છે અને આઠમના પાછલા અર્થમાં બવ કરણ હોય છે.૮૭૨.
બાલવ અને કૌલવ-એ બે કરણો નોમના બને અર્થમાં હોય છે, સ્ત્રીવિલોચન અને ગર-એ બે કરણો દશમના બને અર્ધભાગમાં હોય છે. ૮૭૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org