________________
૧૪૪
કાલલોક-સર્ગ ૨૮
आरभ्य श्रवणादत्रो-त्तराषाढावसानकं । सप्तविंशतिसंख्याक-मवधार्यं भमंडलं ॥९०८।। शेषराशेस्ततः सप्तविंशतिर्यदि शुध्यति । शुद्धं तदाखिलमपि ज्ञेयमस्माद्भमंडलं ॥९०९॥ नाल्पत्वाच्चेदितः सप्तविंशतिः शो मर्हति । तदा द्वाविंशतिः शोध्या शुद्ध्येन्नैषापि चेत्तदा ॥९१०॥ शोध्या अष्टादशामीषां शोधनासंभवे सति । त्रयोदशदशैषां चा-संभवे पंच शोधयेत् ॥९११।। द्वाविंशतौ विशुद्धाया-मत्र शुद्धानि भावयेत् । सर्वाणि श्रवणादीनि विशाखांतानि भान्यथ ॥९१२॥ अष्टादशसु शुद्धेषु शुद्धानिह विचिंतयेत् । श्रुत्यादीन्युत्तराफाल्गु-न्यतान्यष्टादशाप्यथ ॥९१३॥ त्रयोदशसु शुद्धेषु शुद्धानि परिभावयेत् ।
श्रुत्यादीनि पुनर्वस्वं-तानि भानि त्रयोदश ॥९१४॥ ભેળવી તેમાંથી એકવીશ બાદ કરવા. અહીં જે રાશિમાંથી એકવીશ બાદ કરવામાં આવે છે, તે અભિજિત્ સંબંધી છે, અને શેષરાશિમાંથી સત્યાવીશ બાદ કરવામાં આવે છે, ત્યાં આ પ્રમાણે જાણવું. અહીં શ્રવણ નક્ષત્રથી આરંભીને ઉત્તરાષાઢા નક્ષત્ર સુધીના નક્ષત્રમંડળમાં સત્યાવીશ નક્ષત્રો આવે છે; તેથી જો શેષરાશિમાંથી સત્યાવીશ બાદ કરી શકાય, તો તે શેષરાશિમાંથી સમગ્ર નક્ષત્રમંડળને બાદ કર્યું એમ જાણવું. જો તે શેષરાશિની અલ્પ સંખ્યા હોવાથી સત્યાવીશ બાદ કરી શકાય તેમ ન હોય, તો તેમાંથી બાવીશ બાદ કરવા. જો બાવીશ પણ બાદ ન કરી શકાય, તો અઢાર બાદ કરવા. અઢાર પણ બાદ કરવાનો અસંભવ હોય, તો તે બાદ કરવા. તે પણ ન સંભવે તો દશ બાદ કરવા. તે પણ ન સંભવે તો પાંચ બાદ કરવા. ૦૯૯-૯૧૧.
તેમાં જો બાવીશ બાદ થયા હોય તો શ્રવણથી આરંભીને વિશાખાપર્યત સર્વ નક્ષત્રો શોધાયાં એમ જાણવું. ૯૧૨
અઢાર બાદ થયા હોય તો શ્રવણથી આરંભીને ઉત્તરાફાલ્ગની સુધી અઢાર નક્ષત્રો શોધાયાં એમ વિચારવું. ૯૧૩.
તેર બાદ થયા હોય તો શ્રવણથી આરંભીને પુનર્વસુ સુધી તેર નક્ષત્રો શોધાયાં એમ જાણવું. ૯૧૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org