________________
૧૫૬
शेषौ द्वौ पंचदशभि-मुहूर्तेरधिक दिनौ । एतौ च पूर्वाषाढाया - स्तदा भुक्तौ विवस्वता ॥९८९॥ युगेऽकडुनिर्णयोऽयं दशपर्वव्यतिक्रमे ।
ज्ञेयस्तिथौ च पंचम्या - मेवं सर्वत्र भावना ॥ ९९०॥
युगेऽथ पौरुषीमानं ज्ञातुं कर
बर्द्धमानं हीयमानं याम्ये सौम्येऽयने क्रमात् ॥९९९॥
शंकुः पुरुषशब्देन स्याद्देहः पुरुषस्य वा । निष्पन्ना पुरुषात्तस्मात्पौरुषीत्यणि सिद्ध्यति ॥ ९९२ ॥
तथोक्तं नंदीचू
કૃતિ ।'
अयं भावः - स्वप्रमाणा भवेच्छाया यदा सर्वस्य वस्तुन: ।
'पुरिसोत्ति संकू पुरिससरीरं वा, तत्र पुरिसाओ निफन्ना पोरिसी
तदा स्यात्पौरुषी याम्या - यनस्य प्रथमे दिने ॥ ९९३॥ ततश्च तस्य पौरुष्यां तथा छाया विवर्द्धते ।
यथा सौम्यायनस्यादौ स्वमानाद्विगुणा भवेत् ॥ ९९४॥
કાલલોક-સર્ગ ૨૮
બે દિવસ અને પંદ૨ મુહૂર્ત શેષ રહે છે. આટલું પ્રમાણ (બે દિવસ અને પંદર મુહૂર્ત) સૂર્ય પૂર્વાષાઢાના ભોગવ્યા. તેથી યુગમાં દશ પર્વ ગયા પછી પાંચમને દિવસે, આ ઉપર કહેલા સૂર્યનક્ષત્રનો નિર્ણય જાણવો. એ જ પ્રમાણે સર્વત્ર જાણવું. ૯૮૨-૯૯૦.
Jain Education International
હવે યુગમાં પોરસીનું પ્રમાણ જાણવા માટે કરણ બતાવે છે. તે પોરસીનું પ્રમાણ દક્ષિણાયનમાં અનુક્રમે વૃદ્ધિ પામે છે અને ઉત્તરાયણમાં હાનિ પામે છે. ૯૯૧.
અહીં પુરુષશબ્દથી શંકુ (ખીલો) કહેવાય છે, અથવા પુરુષનું શરીર કહેવાય છે. તે પુરુષને આશ્રયીને જે થઈ, તે પૌરુષી (પોરસી) કહેવાય છે, એમ સિદ્ધ થાય છે. ૯૯૨.
તે વિષે નંદીસૂત્રની ચૂર્ણિમાં કહ્યું છે કે-‘‘પુરુષ એટલે શંકુ અથવા પુરુષનું શરીર. તે પુરુષથી જે ઉત્પન્ન થઈ, તે પૌરુષી કહેવાય છે.’’
આનો ભાવાર્થ એ છે. જે-જ્યારે સર્વ કોઈ પણ વસ્તુની છાયા પોતાના જ પ્રમાણ જેટલી થાય, ત્યારે દક્ષિણાયનને પહેલે દિવસે તે પૌરુષી થાય છે. (પોરસીનું પ્રમાણ થાય છે)૯૯૩.
ત્યારપછી તે દક્ષિણાયનની પૌરુષીની છાયા અનુક્રમે એવી રીતે વધે છે, કે જેથી ઉત્તરાયણને પહેલે દિવસે પોતાના પ્રમાણથી બમણી થાય. ૯૯૪.
For Private & Personal Use Only
www.jainelibrary.org