________________
૧૭૯
૨૮મા સર્ગ અંગે વિવેચન છે. ચિત્રા નક્ષત્રના સૂર્ય વખતે શરતકાળ હોવાથી સરસ્વતીનું બીજું ઋતુ સૂચક નામ તથા વર્ણન “શારદા' (શરદિ-ભવા-શારદા) યથાર્થ થાય છે.
૬. આટલા પ્રસ્તાવથી પ્રાચીન જ્યોતિષનું વિવિધ દિશાએથી નક્કી થતું સ્વરૂપ અને તેમાં રહી જતી ઊણપો વાચકવર્ગને પ્રતીત થશે. તેની રચનાની આપાતપ્રતીતિ માટે અત્રે નીચેના પ્રથમ પત્રકમાં નક્ષત્ર-તેના ભાગ, બીજી યોજના-નક્ષત્ર દેવતા તથા બીજા પત્રકમાં સૌરમાસ સાથે નક્ષત્ર ને ઋતુસંબંધ આપેલ છે. વિગતો માટે કાળલોકપ્રકાશનો સર્ગ ૨૮ જોવો. વાચકવર્ગને એટલું સ્પષ્ટ થશે કે ૨૮ નક્ષત્ર, રવિ માર્ગના ૩૬૬૦ ભાગ અને વર્ષના ૩૬૬ દિન (સ્થૂલમાન), પાંચ વર્ષનો યુગ અને મલમાસ આટલા તત્ત્વ પ્રાચીન જ્યોતિષમાં ન હોય, તો તેની રચના અશક્ય છે. યુગનો આરંભ દક્ષિણાયનથી છે, તે જ્યોતિષ રચનાનું બીજું તત્ત્વ છે, જેથી પ્રચલિત વેદાંગ કહેવાતું જ્યોતિષ ભિન્ન છે.
હીરાલાલ અમૃતલાલ શાહ
તા. ૧૭-૭-૩૪ મુંબઈ
નોટ – ઉપોદ્યાતના લેખક મહાશયે અધિકમાસથી જુદો મળમાસ એટલે ક્ષયમાસ ઉપરના લેખમાં જણાવેલ છે પરંતુ કોષમાં જોતાં અને વર્તમાન જ્યોતિષના અનુભવીઓને પૂછતાં અધિકમાસને મળમાસ કહે છે; ક્ષયમાસને કહેતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org