________________
૧૭૮
(૧/૨)
આ અનુમાન દેખાય છે, તેવું સરળ નથી. પરન્તુ જૂદી જૂદી પૂર્ણિમાને વર્ષો પાકી ગણતરીથી સ્થાપિત થાય પછી જ તેનો વધુ ઊહાપોહ કરી શકાય. પ્રાચીન જ્યોતિષના ૩૬૬ દિનના સ્થૂળ સૂર્યવર્ષમાં ને પાંચ સૂર્યવર્ષના યુગની રચનામાં ‘‘મલમાસ’’ આવશ્યક છે, તેટલું વિના સંકોચ કહી શકાય, મલમાસ વગર સૂર્યનો નક્ષત્ર સાથેનો અને છેવટે પૂર્ણિમા વખતનો અને નક્ષત્રનો ગણિતનો મેળ તૂટી જાય, તે થોડા કાળમાં જ પ્રત્યક્ષ થાય એટલે પ્રાચીન જ્યોતિષના રચનારા ૩૬૬ દિનની યોજના કરી ત્યાં જ અટકી જઈ ભીંત ભૂલ્યા હોય તેવું નથી લાગતું. પરન્તુ દક્ષિણાયનના દિને જે છાયા હોય, તેમાં અને ગણિતથી આવતા દક્ષિણાયનના દિનમાં કાળાંતરે ફે૨ કેમ પડે, તેની નોંધ કેમ નહિ કરી હોય, તે સમજી શકાતું નથી. છાયામાનમાં સૂર્યની વિષુવવૃત્તથી દક્ષિણોત્તર ગતિનો જ સંબંધ રહે છે અને નક્ષત્ર સાથેનો સંબંધ લુપ્ત થાય છે. એટલે છાયામાન અને નક્ષત્રમાનનો સમન્વય જ્યાં તૂટતો હશે ત્યાં કેવી નોંધ કરી હશે, તે જાણવાનું આપણી પાસે આજે સાધન નથી, છાયામાન તેમણે લીધેલું છે, તે અર્થશાસ્ત્ર અને કાલલોકપ્રકાશ પરથી માલૂમ પડે છે; અને તેનો સંબંધ અયનો સાથે જોડેલો
છે.
કાલલોક-સર્ગ ૨૮
૫. હવે આ જ્યોતિષનો લૌકિક ઉત્સવ પરત્વેનો સંબંધ જોઈએ. આજે પણ પ્રચલિત છે, તેવો એક વૈદિક ઉત્સવ સરસ્વતીનું આહ્વાન, પૂજન અને વિસર્જનનો છે. આશ્વિન શુદિ ૭ના દિવસે ચન્દ્ર મૂળ નક્ષત્રમાં હોય ત્યારે આહ્વાન છે ને આશ્વિન શુદિ ૯ના દિને (ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં આવે) પછી તેનું વિસર્જન છે.
૪૩
૭૯
પૂરા થાય. સૂર્યના પ્રતિદિન
૨
૫૮
૯૨
અહીં મહિનાના નામમાં પાછળથી વિપર્યાસ થયો હોય તેવું નથી લાગતું. એટલે યુગનું પ્રથમ વર્ષ (સંકેતની રીતે) લેવાનું. શ્રાવણ વદિ ૧ થી તિથિ ગણતાં અશ્વિન શુદિ ૬ તિથિ પૂર્ણ થાય ત્યારે શ્રાવણની ૩૦ તિથિ, ભાદ્રપદની ૩૦ તિથિ અને આસો વદ એકમથી શુદિ ૭ સુધી ૨૧ તિથિ થાય. સરવાળે ૮૧ તિથિનો સમય પૂરો થાય એટલે તેના સૂર્યદિન દશ ભાગની ચાલ પ્રમાણે પુષ્યના ૪૭ મા ભાગથી ૭૯૬- ભાગ વધુ થાય અર્થાત્ સૂર્યે તે વખતે અભિજત્થી ૨૬૨૬- ભાગ પૂરા કર્યા હોય અર્થાત્ સૂર્ય તે વખતે ચિત્રા નક્ષત્રમાં [અને ચિત્રા (Spica) તારા પાસે આવેલ હોય.] ચન્દ્ર ૭૯- દિનમાં રોજના ૧૩૪ ભાગની ચાલ પ્રમાણે બે વખત ફરીને અભિજથી ૩૩૫૮- ભાગ પૂરા કર્યા હોય અર્થાત્ (જૈનેતર યોજના મુજબ) મૂલ નક્ષત્રમાં હોય. ત્રણ તિથિમાં તે રીતે શ્રવણ નક્ષત્રમાં નવમીએ હોય. ઉત્સવમાં ચન્દ્રનક્ષત્રનું તિથિ સાથેનું સૂચન રવિમાર્ગમાં સૂર્યનું તારાત્મક નક્ષત્ર સંબંધી સ્થાન સ્પષ્ટ કરવા માટે હોય, તેમ અત્રે સમજાય છે; કારણ કે યુગના બીજા વર્ષોમાં તેના તે જ ચન્દ્ર નક્ષત્રો તિથિએ ન હોય, તે દેખીતું
૧૫૮ ૯૨
૪૩
૯૨
૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org