________________
૧૭
કાલલોક-સર્ગ ૨૮
અશ્વિની નક્ષત્રના ૧૩૪ ભાગમાંથી ૬૯ ભાગ પૂરા થાય ત્યારે વસંતસંપાત હંમેશા માટે છે અને સ્વાતિ નક્ષત્રના ૬૭ ભાગમાંથી ૨૩ ભાગ પૂરા થતાં શરસંપાત છે. પુષ્ય નક્ષત્રના ૧૩૪ ભાગના ૪૬ ભાગ પૂરા થતાં દક્ષિણાયન શરૂ થાય છે. અને અભિજિત્ નક્ષત્રના ૪૨ ભાગના પ્રારંભે ઉત્તરાયણ શરૂ થાય છે.
બીજી નોંધ તારાત્મક નક્ષત્ર વિભાગ સંબંધી કરવાની છે. આ રચનામાં ૨૮ નક્ષત્રો આવશ્યક છે અને ૨૮મું નક્ષત્ર અભિજિત્ છે. તેને છોડીને ૨૭ નક્ષત્ર સ્વીકારી, આ રચનાના સૂર્ય વર્ષના ૩૬૬ દિવસમાંની સૂર્ય-ચન્દ્રની ગતિને સમજી નહિ જ શકાય.
ત્રીજી નોંધ નક્ષત્રોનો અને તે રીતે વિમાર્ગના ભાગ સંબંધી છે. રવિમાર્ગના હાલ ૩૬૦ ભાગ (ડીગ્રી)છે, તેવા ભાગ પ્રાચીન જ્યોતિષમાં નથી, પ્રાચીન જ્યોતિષમાં સ્થૂળપણે સૂર્યવર્ષ ૩૬૬ સૂર્યદિનનું ગણ્યું છે અને તેને અનુરૂપ રવિમાર્ગના ૩૬૬૦ ભાગ પડેલા છે. (કોઈક ઠેકાણ અડધા ભાગ લે ત્યાં ૧૮૩૦ ભાગ આવે ને મુહૂર્તના હિસાબે પણ વધુ લે ત્યાં વધુ આવે પણ તેથી યોજનામાં ફેર નથી પડતો). એટલે પ્રાચીન જ્યોતિષનું સ્વરૂપ સમજવા માટે ઉપરની ત્રણે બીના લક્ષ્યમાં રાખવી જરૂરી છે. ચોથી નોંધનો ઉલ્લેખ ચોથા પેરેગ્રાફમાં ‘‘મલમાસ'' (=ક્ષયમાસ) પરત્વે છે.
પ્રાચીન જ્યોતિષની રચનામાં એક વિવિધતાને અવકાશ છે. જેનો ઉલ્લેખ કાલલોકપ્રકાશમાં નથી, અને તે પત્રકમાં સ્પષ્ટ કરી છે. સર્ગ-૨૮-શ્લોક ૩૧૪-૩૧૫ પર ચાર જાતના નક્ષત્રોના ભાગ આપ્યા છે. અભિજિત્ નક્ષત્રના ૪૨ ભાગ છે. પંદર જુદા જુદા નક્ષત્રોના પ્રત્યેકના ૧૩૪ ભાગ છે. છ નક્ષત્રોના પ્રત્યેકના ૬૭ ભાગ છે જ્યારે બાકીના છ નક્ષત્રોના પ્રત્યેકના ૨૦૧ ભાગ છે. સરવાળો ૩૬ ૬૦ આવે છે. હવે અભિજિત્ના ૪૨ ભાગ ઉપરાંત બાકીના સત્યાવીશ નક્ષત્રોના પ્રત્યેક એકસરખા ૧૩૪ ભાગ ગણતાં પણ તે જ સરવાળો રહે. આ શકય યોજનાનો પણ પત્રકમાં ઉલ્લેખ કર્યો છે.. કદાચ તે યોજના જૈનેતર વર્ગમાં પ્રચલિત થયેલી હોય. ઉત્સવો ઈ. વિષેના સંશોધન કાર્યમાં, આ શકયતાનો અવકાશ રાખવો પડે. અભિજિત્ નક્ષત્રનો આ કે બીજી કોઈ પણ શકયતામાં ત્યાગ નથી, તે સ્પષ્ટ છે. હાલના જ્યોતિષ વિષયક સિદ્ધાન્ત ગ્રન્થો અને તેમની માન્યતાથી જુદું પ્રાચીન (જૈન કે જૈનેતર-વેદાંગ) જ્યોતિષ છે, તે વસ્તુ હવે સ્વીકારવી પડશે અને સંશોધન કાર્યમાં તેનો અમલ કરવો પડશે. કાલલોકપ્રકાશના આ સર્ગનું તે રીતે અપૂર્વ મહત્ત્વ છે.
જૈન તેમજ જૈનેતર (વૈદિક) ગ્રન્થોમાં પ્રત્યેક નક્ષત્રના અધિષ્ઠાતા દેવ એક જ છે એટલે જૈન અને વૈદિક જ્યોતિષની ગ્રન્થિ એક જ છે અને લગભગ એક જ પ્રકારના બન્ને પ્રાચીન જ્યોતિષ છે, તેવી માન્યતા વધુ દૃઢ કરે છે.
૪. અર્થશાસ્ત્રમાં ‘‘અધિકમાસ’'થી જુદો એક ‘‘મલમાસ’’નો (=ક્ષયમાસનો) નિર્દેશ કરેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org