________________
૧૦
युगस्य प्रथमेऽर्काब्दे वर्द्धते च ततः क्रमात् ॥ १०१८ ।। एवं च माघस्य कृष्णसप्तम्यां पौरुषी स्याच्चतुष्पदा ।
-
ततश्च जानुच्छायाया- मंगुलं वर्द्धते यदा । तदा वितस्तिच्छायाया - मंगलार्द्ध विवर्द्धते ॥ १०१५ ।। लघीयसो वस्तुनोऽपि स्वस्वमानानुसारतः । एवं छायावृद्धिहानी भावनीये स्वयं बुधैः || १०१६ ॥ अयने दक्षिणे वृद्धौ ध्रुवकः स्यात्पदद्वयं । हानौ च ध्रुवकः सौम्या - यने पदचतुष्टयं ॥ १०१७॥ नभः कृष्णप्रतिपदि द्विपादा पौरुषी भवेत् ।
प्रागुक्तरीत्या क्रमत- स्तत आरभ्य च क्षयः ॥१०१९॥ द्वितीयेऽब्दे नभः कृष्ण- त्रयोदश्याः प्रभृत्यथ । वृद्धिर्माश्वेततुर्यां चादिं कृत्वा भवेत्क्षयः || १०२० ॥ तृतीयेऽब्दे नभ : शुक्ल - दशम्यां वृद्ध्युपक्रमः । माघकृष्णप्रतिपदि क्षयस्यादिः प्रकीर्तितः ।। १०२१||
તેથી જ્યારે જાનુની છાયામાં એક આંગળ વધે છે, ત્યારે વેંતની છાયામાં અર્ધ આંગળ વધે છે.
કાલલોક-સર્ગ ૨૮
૧૦૧૫.
આ જ પ્રમાણે પંડિતોએ પોતપોતાના પ્રમાણ અનુસારે, નાની વસ્તુની છાયામાં પણ વૃદ્ધિ અને હાનિ પોતાની મેળે જાણી લેવી. ૧૦૧૬.
દક્ષિણાયનમાં છાયાની વૃદ્ધિ થાય છે, ત્યારે પ્રારંભમાં બે પાદનો ઘ્રુવાંક હોય છે અને ઉત્તરાયણમાં હાનિ થાય છે, ત્યારે પ્રારંભમાં ચાર પદનો ધ્રુવાંક હોય છે. ૧૦૧૭.
યુગના પહેલા સૂર્યવર્ષમાં શ્રાવણ વદ એકમે બે પાદની છાયાપ્રમાણ પોરસી થાય છે. અને ત્યારપછી અનુક્રમે છાયાવૃદ્ધિ પામે છે. ૧૦૧૮,
તથા મહાવદ સાતમે ચાર પાદની પોરસી થાય છે અને ત્યારપછી પ્રથમ કહ્યા પ્રમાણે અનુક્રમે હાનિ પામે છે. ૧૦૧૯.
યુગના બીજા વર્ષમાં શ્રાવણ વદ તેરશથી આરંભીને વૃદ્ધિ થાય છે અને મહાશુદી ચોથથી આરંભીને હાનિ થાય છે. ૧૦૨૦.
Jain Education International
ત્રીજે વર્ષે શ્રાવણ શુદી દશમે વૃદ્ધિની શરૂઆત થાય છે અને મહા વદ એકમનાં હાનિની શરૂઆત કહેલી છે. ૧૦૨૧.
For Private & Personal Use Only
www.jainelibrary.org