________________
સાર્ધ પોરસીનું પ્રમાણ
अंत्येन राशिनानेन राशिर्मध्यो हतोऽभवत् । इयन्मानोऽथायमाद्य - राशिना प्रविभज्यते ॥ १०७८॥ द्वाषष्टिराप्यते तस्मात् द्वाषष्टिस्तिथयो गताः । ज्ञेया सौम्यायनस्येदृक्- पौरुषी मानदर्शनात् ॥ १०७९॥ इति पौरूषीप्रकरणं
पादोनपौरुषीरूपा या पात्रप्रतिलेखना । प्रातःस्यात्सांगुलैः षड्भिर्ज्येष्ठाषाढनभस्त्रिके ॥१०८०॥ भाद्रादित्रितयेऽष्टाभिर्मार्गादित्रितये पुनः ।
अंगुलैर्दशभिः शेषत्रये त्वष्टाभिरंगुलैः ॥१०८१|| अत्रेदं तत्त्वं यत्र यत्र हि मासादौ या योक्ता पौरुषीमिति: । तत्र तत्रोक्तांगुलानां क्षेपे पादोनपौरुषी ||१०८२ ॥ इति पादोनपौरुषी ।
पौषमासे तनुच्छाया नवपादमिता यदि ।
तदा स्यात्पौरुषी सार्द्धा मासे मासे ततः क्रमात् ॥१०८३॥
તેને પહેલા (૪) રાશિવડે ભાગ દેવો. તેમ કરવાથી ભાગમાં બાસઠ (૬૨) આવે છે, તેથી આ પ્રમાણે પોરસીના પ્રમાણને આશ્રયીને ઉત્તરાયણની બાસઠ તિથિઓ ગઈ—–એમ સિદ્ધ થયું. ૧૦૭૭–૧૦૭૯.
૧૬૯
ઈતિ પૌરુષીપ્રકરણ.
હવે પાદોન પૌરુષીરૂપ જે પાત્રપ્રતિલેખનાનો કાળ કહ્યો છે, તે જેઠ, અષાઢ અને શ્રાવણ–એ ત્રણ માસમાં પ્રાત:કાળે છ આંગળપ્રમાણ છાયાવડે થાય છે. ૧૦૮૦.
ભાદરવો, આસો, અને કાર્તિક—એ ત્રણ માસમાં આઠ આંગળવડે, માગસર, પોષ અને મહા—એ ત્રણ માસમાં દશ આંગળવડે અને બાકીના એટલે ફાગણ, ચૈત્ર અને વૈશાખ–એ ત્રણ માસમાં આઠ આંગળપ્રમાણ છાયાવડે પાદોનપોરસી થાય છે. ૧૦૮૧.
અહીં તાત્પર્ય એ છે કે, જે જે માસની આદિમાં પોરસીનું જે જે પ્રમાણ કહ્યું છે, તે તે પ્રમાણમાં અહીં કરેલા આંગળો ઉમેરવાથી પાદોનપોરસી થાય છે. ૧૦૮૨.
ઈતિ પાદોનપૌરુષી.
પોષ માસમાં જે વખતે શરીરની છાયા નવ પગલાંની થાય, ત્યારે સાર્ધપૌરુષી થાય છે. ત્યારપછી માસે માસે અનુક્રમે એક એક પાદ (પગલું) ઘટાડવો; તેથી આષાઢ માસમાં ત્રણ પાદની છાયાએ સાઢ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org