________________
૧૬૮
કાલલોક-સર્ગ ૨૮
चतुर्भिरंगुलस्यैक-त्रिंशद्भागैर्यदाप्यते ।। एका तिथिस्तत्तिथय-श्चतुर्भिरंगुलैः कति ? ॥१०७१॥ अंगुलात्मांतिमो राशिः सावायाधराशिना । भवेच्छतं चतुर्विंश-मेकत्रिंशद्गुणीकृतः ॥१०७२॥ एतेन गुणितो मध्य-राशिर्जात इयन्मितः ।। आद्येन राशिना भागे चैकत्रिंशदवाप्यते ॥१०७३।। चतुरंगुलवृद्धायां पौरुष्यां ध्रुवकोपरि । गता याम्यायनस्यैक-त्रिंशत्तिथय एव तत् ॥१०७४॥ ध्रुवाच्चतुष्पादरूपा-दथ क्षीणेष्विहाष्टसु ।
अंगुलेषु कियत्सौम्या-यनस्य गतमुच्यताम् ॥१०७५॥ अत्रोच्यते- चतुर्भिरंगुलस्यैक-त्रिंशद्भागैः क्षयं गतः ।
तिथिरेकाप्यते चेत्त-त्ताः कत्यष्टभिरंगुलैः ॥१०७६॥ सावर्ष्यायांतिमो राशि-रेकत्रिंशद्गुणीकृतः । जायते द्वे शते अष्टचत्वारिंशत्समन्विते ॥१०७७।।
પ્રશ્ન:- જો આંગળના એકત્રીશા ચાર અંશથી એક તિથિ થાય છે, તો ચાર આંગળી વડે કેટલી તિથિઓ પ્રાપ્ત થાય ? (૪x૭૧–૧–૪). ૧૦૭૧.
અહીં આંગળના સ્વરૂપવાળા છેલ્લા (૪) રાશિને સવર્ણ કરવા માટે પહેલાના એકત્રીશના રાશિવડે ગુણતાં એક સો ને ચોવીશ (૧૨૪) થાય છે. આ રાશિ વડે મધ્યનો (૧) રાશિ ગુણીએ ત્યારે પણ તેટલો જ (૧૨૪) રાશિ થાય છે. તેને પહેલા (૪) રાશિ વડે ભાગતાં ભાગમાં એકત્રીશ આવે છે. તેથી પોરસીના પ્રમાણમાં ધ્રુવકની ઉપર ચાર આંગળ વધે ત્યારે દક્ષિણાયનની એકત્રીસ (૩૧) તિથિઓ ગઈ–એમ સિદ્ધ થયું. ૧૦૭૨-૧૦૭૪.
પ્રશ્ન:- ચાર પાદવાળા ધ્રુવાંકમાંથી આઠ આંગળની છાયા હાનિ પામે, ત્યારે ઉત્તરાયણના કેટલા દિવસ ગયા કહેવાય ? ૧૦૭૫.
ઉત્તર :- આગળના એકત્રીશા ચાર ભાગ (જેટલી છાયા) ક્ષય પામે, ત્યારે જો એક તિથિ પ્રાપ્ત થાય છે, તો આઠ આંગળની છાયા હાનિ પામે ત્યારે કેટલી તિથિઓ પ્રાપ્ત થાય?(૪૪૩૧-૧-૮).૧૦૭૬.
આનું સવર્ણપણું કરવા માટે છેલ્લા (૮) રાશિને એકત્રીશે ગુણવાથી બસો ને અડતાળીશ (૨૪૮) થાય છે. (૪૪૩૧–૧–૨૪૮૪૩૧). આ (૨૪૮) છેલ્લા રાશિવડે મધ્ય (૧)નો રાશિ ગુણતાં એટલો જ (૨૪૮) અંક આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org