________________
પોરસી જાણવાની રીત
तथाहि
तथाहि
-
-
ततः पुनस्तथा छाया हीयते सर्ववस्तुनः ।
यथा याम्यायनादौ सा स्वस्ववस्तुमिता भवेत् ॥ ९९५ ।। सत्र्यशीतिशततमः स्वस्वमानस्य योंशकः । प्रत्यहं तावती वृद्धि - र्याम्ये सौम्येऽयने क्षयः ॥ ९९६॥
चतुर्विंशत्यंगुलस्य शंकोर्भवति तावती । छाया याम्यायनस्यादौ वर्द्धते प्रत्यहं ततः ॥९९७॥
एकषष्टिविभक्तस्यांगुलस्याष्टौ लवा अयं ।
भागः शंकोर्यथोक्तस्य सत्र्यशीतिशतोद्भवः ॥९९८॥
एकैकमंगलं कर्तु - मेकषष्टिलवात्मकं ।
संख्या शंकोरंगुलाना - मेकषष्ट्या निहन्यते ॥ ९९९ ॥ चतुर्दशशतानि स्यु-चतुष्षष्टियुतान्यथ । सत्र्यशीतिशतेनैषां विभागेऽष्टकमाप्यते ॥ १०००॥ प्राप्यं त्रैराशिकादप्ये- कषष्टिजलवाष्टकं । वृद्धिहान्योरंगुलस्य तदपि श्रूयतामिह || १००१ |
ત્યારપછી સર્વ વસ્તુની છાયા અનુક્રમે એવી રીતે હાનિ પામતી જાય, કે જેથી દક્ષિણાયનને પહેલે દિવસે પાછી તે છાયા, પોતપોતાની જેટલી અથવા વસ્તુના પ્રમાણ જેટલી જ થાય. ૯૯૫.
Jain Education International
૧૫૭
દરેક વસ્તુના પોતપોતાના પ્રમાણનો જે એક સો ને ત્ર્યાશીમો ભાગ (અંશ) થાય, તેટલી વૃદ્ધિ દરરોજ દક્ષિણાયનમાં થાય છે અને ઉત્તરાયણમાં તેટલી જ હાનિ થાય છે. ૯૯૬.
તે આ પ્રમાણે—ચોવીશ આંગળના પ્રમાણવાળો શંકુ કરીએ, તો દક્ષિણાયનને પહેલે દિવસે પોરસી વખતે તેટલી જ (ચોવીશ આંગળ જ) છાયા હોય છે. ત્યારપછી પ્રતિદિન એક આંગળના એકસઠીયા આઠ અંશ વૃદ્ધિ પામે છે. ચોવીશ આંગળના આ અંશ એક સો ને ત્ર્યાશી (છ માસના દિવસો) માંથી ઉત્પન્ન થાય છે. તે આ પ્રમાણે–એક એક આંગળના એકસઠીયા ભાગ ક૨વા માટે શંકુના આંગળની સંખ્યાને (૨૪ ૪૬૧) એકસઠે ગુણવી. તેમ ગુણતાં ચૌદ સો ને ચોસઠ (૧૪૬૪) થાય છે. તેને એક સો ને ત્ર્યાશીથી (૧૮૩) ભાગતાં ભાગમાં આઠ આવે છે. ૯૯૭-૧૦૦૦.
પ્રતિદિન વૃદ્ધિ અને હાનિના આ આંગળના એકસઠીયા આઠ ભાગ બૈરાશિકની રીતે પણ પ્રાપ્ત થાય છે, તે પણ સાંભળો. ૧૦૦૧.
For Private & Personal Use Only
www.jainelibrary.org