________________
ઇષ્ટ તિથિએ નક્ષત્ર જાણવાનું કરણ
यस्मिन् दिने चंद्रयुक्तं नक्षत्रं ज्ञातुमिष्यते । तस्माद्दिनात्प्रागतीत - पर्वसंख्या युगादितः ||८९९॥ गुण्यते पंचदशभिस्तत: प्रागीप्सितात्तिथेः I तिथीनतीतान् सत्पर्व - सत्कांस्तत्र नियोजयेत् ॥ ९००॥ अतीतावमरात्रोना द्व्यशीत्या ह्रियतेऽथ सा । लब्धमंशाश्च ये शेषा-स्तानूर्ध्वाधो न्यसेत्क्रमात् ॥९०१ ॥ लब्धमूर्ध्वं स्थापितं य-तद्राशिरति कथ्यते । अंशा अधः स्थिताः शेष राशिरित्यभिधीयते ॥ ९०२ ॥ राशिं चतुर्गुणीकृत्य शोधयेदेकविंशतिं । शेषराशेरध: स्थाच्च शोधयेत्सप्तविंशतिं ॥ ९०३ ॥ आसंभवं लब्धराशेः शेषराशेश्च शोधयेत् । तामेकविंशतिं सप्त-विंशतिं च क्रमान्मुहुः ॥९०४॥ अथोपरितनो राशि - रेकविंशतिशोधनं । यद्यल्पत्वान्न क्षमेत तदा राशेरधस्तनात् ॥ ९०५ ॥ एकं रूपं समादाय सप्तषष्ट्या निहत्य च । राशौ क्षिप्वोर्ध्वगे कुर्या - देकविंशतिशोधनं ॥ ९०६॥ यात्रैकविंशती राशेः शोध्यतेऽभिजितो हि सा । भावनैवं शेषराशेः सप्तविंशतिशोधने ॥ ९०७॥
Jain Education International
જે દિવસે ચંદ્રયુક્ત(ચંદ્ર વડે ભોગવાતું) નક્ષત્ર જાણવાની ઈચ્છા હોય, તે દિવસની પહેલાં યુગની શરૂઆતથી જેટલા પર્વ વીતી ગયા હોય, તેટલા અંકને પંદરે ગુણવા. પછી તેમાં ઈચ્છિત તિથિની પહેલાની જેટલી તિથિઓ વ્યતીત થઈ હોય, તેટલી સંખ્યા ભેળવવી. તેમાંથી જેટલા અવમરાત્રો ગયા હોય તેટલા બાદ કરવા. પછી તેને બાશીએ ભાગવા. જે ભાગમાં આવે તેને તથા જે શેષ રહ્યા હોય, તેને અનુક્રમે ઉપર અને નીચે સ્થાપન કરવા. ભાગમાં આવેલા અંકને જે ઉપર સ્થાપ્યો છે, તેને રાશિ કહેવો અને શેષ વધેલા અંશો જે નીચે સ્થાપ્યા છે, તેને શેષરાશિ કહેવો. હવે તે રાશિને ચારે ગુણી તેમાંથી એકવીશ બાદ કરવા, તથા નીચેની શેષરાશિમાંથી સત્યાવીશ બાદ કરવા. એ જ રીતે શેષ રહેલા ઉપરના રાશિમાંથી તથા શેષરાશિમાંથી અનુક્રમે એકવીશ અને સત્યાવીશ જયાં સુધી બાદબાકી સંભવે ત્યાં સુધી વારંવાર બાદ કરવા. એ રીતે બાદ કરતાં જો ઉપરનો રાશિ નાનો હોવાથી તેમાંથી એકવીશ બાદ કરી શકાય તેવો ન હોય, તો નીચેના રાશિમાંથી એક લઈ તેને સડસઠે ગુણી રાશિમાં
૧૪૩
For Private & Personal Use Only
www.jainelibrary.org