________________
૧૪૫.
ચંદ્ર નક્ષત્ર જાણવાની પદ્ધતિ
एवं दशसु शुद्धेषु रोहिण्यंतानि चिंतयेत् । उदग्भद्रपदांतानि तथा शुद्धेषु पंचसु ॥९१५॥ पर्यंतसूचकान्यत्र यानि प्रोक्तानि भानि षट् ।
सार्द्धक्षेत्राण्येव तानि ज्ञेयानि निखिलान्यपि ॥९१६।। तथाहि - श्रवणात्पंचमी सार्द्ध-क्षेत्रा भाद्रपदोत्तरा ।
दशमं ब्राह्ममादित्यं त्रयोदशं च ताशं ॥९१७॥ उत्तराफाल्गुनी चाष्टा-दशी भवति ताशी । सार्द्धक्षेत्रं विशाखाख्यं द्वाविंशतितमं श्रुतेः ॥९१८।। स्यात्सप्तविंशा तत्राथो-त्तराषाढापि ताशी ।
एतानि स्युः पंचचत्वा-रिंशन्मुहूर्त्तकानि यत् ॥९१९।। तथाहुः-पंच १ दस २ तेरस ३ ठारसेव ४ बावीस ५ सत्तवीसाय ६ ।
सोज्झा दिवढ्ढखित्तंत भद्दवाई असाढंता ॥९२०॥ एवं चाधस्तने शेष-राशौ संशोधिते सति । एकादिचतुरंतं यच्छेषं तच्चंद्रभं गतं ॥९२१॥
એ જ પ્રમાણે દશ બાદ થયા હોય તો શ્રવણથી રોહિણી સુધી દશ નક્ષત્ર શોધાયાં જાણવાં, અને પાંચ બાદ થયા હોય તો શ્રવણથી ઉત્તરાભાદ્રપદપર્યત પાંચ નક્ષત્રો શોધાયાં છે, એમ જાણવુ. ८१५.
અહીં પર્વતને સૂચવનારાં જે છે નક્ષત્રો કહ્યાં છે, તે સર્વે (છએ) સાર્ધક્ષેત્રવાળાં જ छ. ८१६.
તે આ પ્રમાણે-શ્રવણથી પાંચમું નક્ષત્ર ઉત્તરાભાદ્રપદ કહ્યું તે સાર્ધક્ષેત્રી છે, એ જ પ્રમાણે દશમું રોહિણી અને તેરમું પુનર્વસુ પણ સાર્ધક્ષેત્રી છે. અઢારમું ઉત્તરાફાલ્યુની પણ તેવું જ સાર્ધક્ષેત્રી છે, વિશાખા નામનું બાવીશમું પણ સાર્ધક્ષેત્રી છે અને સત્યાવીસમું ઉત્તરાષાઢા પણ સાર્ધક્ષેત્રી છે. આ છએ નક્ષત્રો પસ્તાળીશ મુહૂર્તાયાં છે. ૯૧૭–૯૧૯.
કહ્યું છે કે–“પાંચ, દશ, તેર, અઢાર, બાવીશ અને સત્યાવીશ એટલા અંકવડેશ્રવણથી ઉત્તરાષાઢાપર્યત સાર્ધ નક્ષત્રોને બાદ કરવા.'' આ પ્રમાણે કરવાથી નીચેના શેષરાશિને શોધતાં એકથી ચાર સુધીનો જે અંક શેષ રહે, તેટલામું ચંદ્રનક્ષત્ર ગયું એમ જાણવું. ૯૨૦-૯૨૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org