________________
૧૩૮
કાલલોક-સર્ગ ૨૮
एकादश्याः प्राक्तनेऽर्द्ध वणिजं विष्टिरंतिमे । पुनर्बवं बालवं च द्वादश्या अर्द्धयोर्द्वयोः ॥८७४॥ अर्द्धद्वये त्रयोदश्याः कौलवस्त्रीविलोचने । अर्द्धद्वये चतुर्दश्या गरादिवणिजे क्रमात् ॥८७५।। पूर्णिमायाः प्राक्तनेऽर्द्ध विष्टिरंत्ये पुनर्बवं ।
कृष्णपक्षे प्रतिपदः पूर्वार्द्ध बालवं स्मृतं ॥८७६॥ अत एव -युगस्यादिर्बालवकरणे पूर्वं निरूपितेति ज्ञेयं ।
अंतिमेऽर्द्ध प्रतिपदः कौलवं करणं भवेत् । द्वितीयाहर्निशोश्च स्त्री-विलोचनगरादिके ॥८७७।। तृतीयायां च वणिज-विष्टी स्यातामहर्निशोः । चतुर्थ्याश्चाह्नि रात्रौ च क्रमेण बवबालवे ।।८७८।। दिने रात्रौ च पंचम्याः कौलवस्त्रीविलोचने । गरादिवणिजे षष्ठ्याः सप्तम्या विष्टिसद्बवे ॥८७९॥
અગ્યારશના પહેલા અર્થમાં વણિજ અને બીજા અર્થમાં વિષ્ટિ હોય છે. ફરીથી બવ અને બાલવએ બે કરણો બારશના બન્ને અર્ધમાં હોય છે.૮૭૪.
તેરશના બન્ને અર્ધમાં કૌલવ અને સ્ત્રીવિલોચન હોય છે, ચૌદશના બને અર્ધમાં અનુક્રમે ગરાદિ અને વણિજ હોય છે.૮૭૫.
તથા પૂર્ણિમાના પહેલા અર્ધભાગમાં વિષ્ટિ અને બીજા અર્ધભાગમાં ફરીથી બવ આવે છે. કૃષ્ણપક્ષની પ્રતિપદાના પૂર્વાર્ધમાં બાલવ કહેલું છે.૮૭૬.
આ કારણથી જ યુગની શરૂઆત બાલવ કરણમાં થાય છે-એમ પ્રથમ કહી ગયા છીએ.
પછી કૃષ્ણપક્ષની એકમના પશ્ચાઈમાં કૌલવ આવે છે, બીજના દિવસ અને રાત્રિરૂપ બને અર્ધ ભાગમાં સ્ત્રીવિલોચન અને ગરાદિ આવે છે.૮૭૭.
ત્રીજના દિવસે (પૂર્વાર્ધમાં) વણિજ અને રાત્રે (પશ્ચાઈમાં) વિષ્ટિ હોય છે, ચોથને દિવસે બવ અને રાત્રે બાલવ આવે છે. ૮૭૮.
પાંચમને દિવસે કૌલવ અને રાત્રે સ્ત્રીવિલોચન આવે છે, છ8માં ગરાદિ અને વણિજ હોય છે, સાતમે વિષ્ટિ અને બવ હોય છે.૮૭૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org