________________
૧૧૪
કાલલોક-સર્ગ ૨૮
ऋक्षस्याभिजितः पूर्वं द्विचत्वारिंशदंशकान् ।। राशेविंशोधयेत्तस्मा-च्चंद्रयुक्तर्मचिंतने ॥७२०॥ सूर्यर्क्षयोगचिंतायां चादौ पुष्यस्य शोधयेत् । अष्टाशीतिं ततः शोध्या-न्युडूनि प्रोक्तवत्क्रमात् ।।७२१॥ यथा प्रथमसूर्यर्तुः कस्मिन्नुडुपशालिनि । नक्षत्रे पूर्णतामेति युगे तत्रेदमादिशेत् ॥७२२।। प्रागुक्तो धुवराशियः पंचोपेतं शतत्रयं । एकेन गुणितः सोऽयं तावानेव व्यवस्थितः ॥७२३॥ तस्मादभिजितः शुद्धा द्वाचत्वारिंशदादितः । सत्रिषष्टि शतद्वंद्वं शेषं तस्माच्च शोध्यते ॥७२४॥ श्रुतेः शतं चतुस्त्रिंश-मथ शेषं शतं स्थितं ।
एकोनत्रिंशमस्माच्च धनिष्ठा तु न शुध्यति ॥७२५॥ ततश्च - एतावत्सु धनिष्ठाया भुक्तेष्वंशेष्विहेंदुना ।
सूर्यर्तुः प्रथमः पूर्ण इति पूर्वोक्तनिर्णयः ॥७२६।।
તેમજ ચંદ્રના ભોગ્ય નક્ષત્રનો વિચાર કરવો હોય, તો તે ધ્રુવાંક રાશિમાંથી પ્રથમ અભિજિત નક્ષત્રના બેંતાળીશ (૪૨) અંશો બાદ કરવા, અને સૂર્ય નક્ષત્રના યોગનો વિચાર કરવો હોય, ત્યારે તે ધ્રુવાંક રાશિમાંથી પ્રથમ પુષ્ય નક્ષત્રના અઠયાસી (૮૮) અંશો બાદ કરવા અને ત્યારપછી કહેલા ક્રમ પ્રમાણે પછીના નક્ષત્રના અંશો બાદ કરવા. ૭૨૦-૭૨૧.
ઉદાહરણ- યુગને વિષે પહેલો સૂર્યઋતુ કયા ચંદ્રનક્ષત્રમાં સંપૂર્ણ થાય છે? એમ કોઈ પ્રશ્ન કરે તો તેના જવાબમાં આ પ્રમાણે. ૭૨૨.
પ્રથમ જે ત્રણ સો ને પાંચનો ધ્રુવરાશિ કહ્યો છે, તેને એક ગુણતાં તેટલા જ (૩૦૫x૧=૩૦૫) આવે છે. તેમાંથી પ્રથમ અભિજિતના બેતાળીશ અંશો બાદ કરતાં, બાકી બસો ને ત્રેસઠ (૩૦૫૪૨=૨૩) રહે છે. તેમાંથી શ્રવણ નક્ષત્રના એક સો ને ચોત્રીશ (૧૩૪) અંશો બાદ કરતાં એક સો ને ઓગણત્રીસ (૨૩-૧૩૪=૧૨૯) શેષ રહે છે અને તેમાંથી ઘનિષ્ઠાના અંશો બાદ થઈ શક્તા નથી. તેથી ચંદ્ર વડે ઘનિષ્ઠાના ૧૨૯ અંશો ભોગવાઈ જાય, ત્યારે પહેલો સૂર્યઋતુ પૂર્ણ થાય છે, એમ સિદ્ધ થાય છે. ૭૨૩-૭૨૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org