________________
૧૧૩
સૂર્ય ઋતુની સમાપ્તિ વખતે ચંદ્ર-સૂર્યનું નક્ષત્ર
धुवांकराशि योऽत्र पंचोपेतं शतं त्रयं । चतुस्त्रिंशशतच्छिन्ना-होरात्रांशात्मकोऽस्त्ययं ॥७१४॥ एकादिव्युत्तरेणामुं त्रिंशदंतेन राशिना । हत्वा शोधनकान्यस्मा-द्वक्ष्यमाणानि शोधयेत् ॥७१५।। तेषु यच्छोध्यमानेषु सर्वाग्रेण न शुध्यति । सूर्य पूर्ती नक्षत्रं स्याच्चंद्रस्य वेरपि ॥७१६॥ राशेर्युत्तरवृद्धस्य ज्ञेया प्राग्वत्प्ररूपणा । बोध्या शोधनकानां तु प्राज्ञैः प्रज्ञापनासकौ ॥७१७।। अर्द्धक्षेत्रे सप्तषष्टि-ऋक्षे शोधनकं स्मृतं । समक्षेत्रे चतुस्त्रिंशं शतं शोधनकं भवेत् ॥७१८॥ सार्द्धक्षेत्रे च नक्षत्रे स्यादेकाढ्यं शतद्वयं । इंदोरभिजितो भानि शोध्यान्यर्कस्य पुष्यतः ॥७१९।।
અહીં ત્રણસો ને પાંચ (૩૦૫) ધ્રુવાંક રાશિ જાણવો. અહોરાત્રનાં એક સો ચોત્રીશ ભાગરૂપ ત્રિરાશિ છે. ૭૧૪.
એકથી આરંભીને આગળ આગળ બે-બેની વૃદ્ધિ વડે (૧-૩-૫ વિગેરે વડે) ત્રીશ સુધી તે ધ્રુવકની રાશિને ગુણવો. પછી તેમાંથી આગળ કહેવાશે, તે પ્રમાણે બાદબાકી કરવી. બાદબાકી કરતાં કરતાં
જ્યારે બીસ્કુલ બાદ ન થાય, ત્યારે સૂર્યઋતુની સમાપ્તિ કરનારું ચંદ્ર અને સૂર્યનું નક્ષત્ર આવે છે. ૭૧૫-૭૧૬.
આગળ આગળ બે-બેની વૃદ્ધિવાળા રાશિની પ્રરૂપણા પૂર્વે કહ્યા પ્રમાણે જાણવી અને બાદબાકી કરવાની પ્રરૂપણા પંડિતોએ આ પ્રમાણે જાણવી. ૭૧૭.
અર્ધક્ષેત્રવાળા નક્ષત્ર હોય તો અડસઠ બાદ કરવા–એમ કહ્યું છે, સમક્ષેત્ર નક્ષત્ર હોય તેમાંથી એક સો ને ચોત્રીશ બાદ કરવા. ૭૧૮.
અને સાર્ધક્ષેત્ર નક્ષત્ર હોય તો તેમાંથી બસો ને એક બાદ કરવા. તેમાં ચંદ્રનું ભાગ્ય નક્ષત્ર લાવવું હોય, તો અભિજિત્ નક્ષત્રથી બાદબાકી કરવી અને સૂર્યનું ભાગ્ય નક્ષત્ર લાવવું હોય, તો પુષ્ય નક્ષત્રથી બાદબાકી કરવી. ૭૧૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org