________________
૧૨૬
કાલલોક-સર્ગ ૨૮ क्रमाच्च -द्वावंशौ स्त: षष्टितम-तिथेः षष्टितमे दिने ।
एकषष्टितमतिथे-स्तत्र षष्टिः स्युरंशकाः ॥७९८॥ एकषष्टिमतिथे-चैकषष्टितमे दिने । एकोशः स्यात्ततो द्वाष-ष्टितमी चाखिला तिथिः ॥७९९॥ एवं च द्वाषष्टितमी प्रविष्टा चाखिला तिथिः । एकषष्टिभागरूपा-त्रैकषष्टितमे दिने ॥८००॥ एकषष्टितमदिन-स्याद्यो द्वाषष्टिजो लवः । एकषष्टितमतिथे-श्चरमोऽसौ विभाव्यतां ॥८०१॥ ततश्च द्वाषष्टितमो-ऽप्यत्रैवांतं गतस्तिथिः । एवमस्मिन्नहोरात्रे द्वे तिथी पूर्णतां गते ॥८०२॥ द्वाषष्टितमघनस्य ततः सूर्योदयक्षणे । उपस्थिता पूर्वरीत्या द्राक् त्रिषष्टितमी तिथिः ॥८०३॥ एवं च द्वाषष्टितमी नाप्ता सूर्योदयं तिथिः ।
पतितेति ततो लोके शुभकार्येष्वनाहता ॥८०४॥ એ જ સાઠમા અહોરાત્રે સાઠમી તિથિના બે અંશો જ હોય છે, અને એકસઠમી તિથિના સાઠ અંશો હોય છે. ૭૯૮.
તથા એકસઠમાં અહોરાત્રે એકસઠમી તિથિનો એક અંશ હોય છે, તેથી બાસઠમી આખી તિથિ તેમાં સમાઈ જાય છે. ૭૯૯.
આ પ્રમાણે આ એકસઠમા અહોરાત્રમાં એકસઠ અંશના પ્રમાણવાળી બાસઠમી તિથિ આખી સમાઈ જાય છે.૮૦૦.
તેથી એકસઠમા અહોરાત્રનો જે પહેલો બાસઠીયો અંશ છે, તે એકસઠમી તિથિનો છેલ્લો અંશ હોય છે–એમ જાણવું.૮૦૧.
તેથી બાસઠમી તિથિ પણ આ એકસઠમા અહોરાત્રમાં જ પૂર્ણ થાય છે, તેથી આ એકસઠમા અહોરાત્રમાં બે (એકસઠમી અને બાસઠમી) તિથિ પૂર્ણતાને પામે છે. ૮૦૨.
તેથી બાસઠમા અહોરાત્રના સૂર્યોદય વખતે પૂર્વની રીતે ગણતાં ત્રેસઠમી તિથિ શરૂ થાય છે.૮૦૩.
એમ થવાથી બાસઠમી તિથિ સૂર્યોદયને પામી નહીં, તેથી તે લોકમાં પતિત (ક્ષય) તિથિ કહેવાય છે. તે ક્ષયતિથિનો શુભ કાર્યમાં આદર કરાતો નથી.૮૦૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org