________________
ક્ષય તિથિનું વર્ણન
૧૨૫
एको द्वाषष्टिभागो यो-ऽहोरात्रस्यावशिष्यते । एकांशेन द्वितीयापि तिथिस्तत्र समाविशत् ॥७९१।। एको द्वाषष्टिभागोऽस्या अतीतः प्रथमे दिने । ततः षष्ट्यंशात्मिकेय-महोरात्रे द्वितीयके ॥७९२॥ द्वाषष्ट्यंशद्व्ये तस्य शेषेऽसौ पूर्णतां गता । द्वाभ्यां भागाभ्यां प्रविष्टा तृतीयास्मिंस्ततस्तिथिः ॥७९३।। अहोरात्रे तृतीयेऽथ भागास्तुर्यतिथेस्त्रयः । प्रविशंत्यथ पंचम्या-श्चत्वारोंशास्तुरीयके ।।७९४॥ एवमेकैकभागेन हीयते प्राक्तनी तिथिः । वर्द्धते प्रत्यहोरात्रं तिथिरागामिनी पुनः ॥७९५॥ एकत्रिंशत्तमतिथे-रेवं त्रिंशत्तमे दिने । त्रिंशदंशाः प्रविष्टाः स्यु-स्ततस्तस्मिन् दिने खलु ॥७९६॥ द्वात्रिंशदंशप्रमिता तिथिस्त्रिंशत्तमी भवेत् । त्रिंशद्वाषष्ट्यंशमाना चैकत्रिंशत्तमी तिथिः ॥७९७॥
તે અહોરાત્રનો જે બાસઠીયો (છેલ્લો) એક ભાગ બાકી રહ્યો છે, ત્યાં તે એક અંશ વડે બીજી તિથિ પ્રવેશ કરે છે. (બીજી તિથિનો એક અંશ તેમાં સમાય છે.) ૭૯૧.
આ બીજી તિથિનો બાસઠીયો એક અંશ પહેલા અહોરાત્રમાં વ્યતીત થયો, તેથી બીજા અહોરાત્રમાં આ બીજી તિથિ સાઠ અંશવાળી રહી.૭૯૨.
તે બીજા અહોરાત્રના બાસઠીયા બે અંગ બાકી રહ્યા ત્યારે આ બીજી તિથિ પૂર્ણ થાય છે; તેથી તે બીજા અહોરાત્રના છેલ્લા બે અંશમાં ત્રીજી તિથિનો પ્રવેશ થાય છે.૭૯૩.
પછી ત્રીજા અહોરાત્રને અંતે ચોથી તિથિના બાસઠીયા ત્રણ અંશ પ્રવેશ કરે છે, અને ચોથા અહોરાત્રને અંતે પાંચમી તિથિના ચાર અંશો પ્રવેશ કરે છે.૭૯૪.
એ જ પ્રમાણે ઉત્તરોત્તર અહોરાત્રમાં પૂર્વની તિથિનો એક એક અંશ હાનિ પામે છે અને એક એક અહોરાત્રમાં આવતી (પછીની) તિથિનો એક એક અંશ વૃદ્ધિ પામે છે.૭૯૫.
આ પ્રમાણે ગણતાં ત્રીશમા અહોરાત્રમાં એકત્રીશમી તિથિના ત્રીશ અંશ પ્રવેશ કરે છે, તેથી તે અહોરાત્રે ત્રીશમી તિથિના બત્રીશ અંશો ભોગવાય છે અને બાસઠીયા ત્રીશ અંશ એકત્રીશમી તિથિના હોય છે. ૭૯૬–૭૯૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org