________________
૧૩૧
ક્ષય તિથિ જાણવાનું કારણ
ते च द्विगुणिताः षट् स्यु-द्वितीया यत्समा तिथिः ।
एकत्रिंशद्युताः षट् ते सप्तत्रिंशद्भवंति तत् ॥८३०॥ ततश्च - सप्तत्रिंशत्तमे पर्वण्यतिक्रांते युगादितः ।
द्वितीयायां निपतिता तृतीयेत्येष निर्णयः ॥८३१॥ पर्वसंख्या चात्र सप्तत्रिंशत्पंचदशाहता । पंचपंचाशदधिका शता: पंच भवंत्यतः ॥८३२॥ पतत्तिथिस्तृतीयेति त्रीणि तेषु विनिक्षिपेत् । अष्टपंचाशदधिका जाता पंचशती ततः ॥८३३॥ विभज्यतेऽसौ द्वाषष्ट्या नव प्राप्तास्ततः खलु । नवमोऽवमरात्रोऽयं जात इत्येष निर्णयः ॥८३४॥ सर्वास्वपि तिथिष्वेवं कार्य करणभावना । पर्वनिर्देशमानं तु क्रियते नाममात्रतः ॥८३५॥ तृतीयायां पतेत्तुर्या गते पर्वण्यथाष्टमे ।
चतुर्थ्यां पंचमी चैक-चत्वारिंशत्तमे गते ॥८३६॥ પ્રશ્ન :- ક્યા પર્વમાં દ્વિતીયા તિથિમાં તૃતીયા પડે છે ? આ બીજા પ્રશ્નમાં બીજ કહી છે, તેથી બેમાં એક ઉમેરતાં ત્રણ થાય. તેને બે વડે ગુણવાથી છ થાય. તે બીજની તિથિ સમ (એકી) છે, તેથી છમાં એકત્રીશ ઉમેરવાથી સાડત્રીશ થાય. તેથી યુગની શરૂઆતથી સાડત્રીસમું પર્વ વીતી ગયા બાદ દ્વિતીયામાં તૃતીયા પડે છે-એમ નિર્ણય થયો. તથા અહીં પર્વની સંખ્યા સાડત્રીશ છે, તેને પંદર વડે ગુણવાથી પાંચ સો ને પંચાવન થાય છે. તેમાં પડતી તિથિ તૃતીયા છે માટે ત્રણ ઉમેરતાં પાંચ સો ને અઠ્ઠાવન થાય છે. તેને બાસઠે ભાગતાં ભાગમાં નવ આવે છે, તેથી યુગની શરૂઆતથી આ નવમો અવરાત્ર છે એમ નિર્ણય થયો. ૮૨૯-૮૩૪.
આ પ્રમાણે સર્વતિથિઓમાં કરણની ભાવના કરવી, તો પણ અહીં માત્ર પર્વની સંખ્યાનો નિર્દેશ નામમાત્ર કરીએ છીએ.૮૩૫.
યુગની આદિથી આઠમું પર્વ જાય, ત્યારે ત્રીજમાં ચોથ પડે છે, એકતાલીશમું પર્વ જાય, ત્યારે ચોથમાં પાંચમ પડે છે. બારમું પર્વ જાય, ત્યારે પાંચમમાં છઠ્ઠ પડે છે, પીસ્તાલીશમું પર્વ જાય, ત્યારે છઠ્ઠમાં સાતમ પડે છે, સોળમું પર્વ જાય, ત્યારે સાતમમાં આઠમ પડે છે, ઓગણપચાસમું પર્વ જાય, ત્યારે આઠમમાં નોમ પડે છે, વીશમું પર્વ જાય, ત્યારે નોમમાં દશમ પડે છે, ત્રેપનમું પર્વ જાય, ત્યારે દશમમાં અગ્યારશ પડે છે, ચોવીશમું પર્વ જાય, ત્યારે અગ્યારશમાં બારશ પડે છે, સતાવનમું પર્વ જાય, ત્યારે બારશમાં તેરશ પડે છે, અઠયાવીસમું પર્વ જાય, ત્યારે તેરશમાં ચૌદશ પડે છે, એકસઠમું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org