________________
કઈ તિથિ કેટલા પ્રમાણની હોય?
૧૨૩
तावन्मानाभीष्टतिथि-विवक्षितदिने भवेत् । उदाहरणमस्याथ करणस्य निशम्यतां ॥७७८॥ युगस्य प्रथमे चंद्र-वर्षे मासे तथाश्विने । कियन्माना भवेच्छुक्ल-पंचमीत्यत्र कथ्यते ॥७७९॥ तिथिराशिर्भवत्येत-त्पंचम्यंतो युगादितः । अशीतिसंख्यो द्वाषष्ट्या भक्तेऽस्मिन्नेक आप्यते ॥७८०॥ स च त्याज्य: शेषमष्टा-दश तान् परिताडयेत् । एकषष्ट्या स्यात्ततोऽष्टा-नवत्याढ्यं सहस्रकं ॥७८१।। द्वाषष्ट्यास्मिन् हृते लब्धं त्यक्तं शेषमिह स्थितं । द्वाषष्ट्यंशाश्चतुश्चत्वा-रिंशदित्येष निर्णयः ॥७८२॥ युगस्याये चंद्रवर्षे धवलाश्विनपंचमी ।
चतुश्चत्वारिंशदंश-मानास्तीत्यत्र भावना ॥७८३॥ अत्र चेयं वासना-द्वाषष्ट्या हि तिथिभिः परिपूर्णा एकषष्टिरहोरात्रा भवंति ततः परिपूर्णाहोरात्रपातनार्थं द्वाषष्ट्या ईप्सिततिथिराशेर्विभागः क्रियते, विभागे च कृते यच्छेषमुपलभ्यते, तदेकषष्टिगुणं क्रियते तदेकैकस्यास्तिथेषष्टिभागीकृताहोरात्रसत्कैकषष्ठिभागप्रमाणत्वादिति ज्ञेयं ।
૪૦
તેનો અહીં પણ ત્યાગ કરવો. શેષ જે અંશ રહ્યા હોય તેટલા પ્રમાણવાળી ઈષ્ટ દિવસની ઈષ્ટ તિથિ જાણવી. આ કરણનું ઉદાહરણ સાંભળો. ૭૭૬-૭૭૮.
પ્રશ્ન :- યુગના પહેલા ચંદ્રવર્ષમાં આસો સુદ પાંચમ કેટલા પ્રમાણવાળી હોય ?
ઉત્તર :- યુગના પ્રારંભથી આ આસો સુદ પંચમી સુધીનો તિથિરાશિ એસીની સંખ્યાવાળો છે, તેથી તેને બાસઠે ભાગતા (૮૦- ૬૨) ભાગમાં એક શેષ આવે છે, તેનો ત્યાગ કરવો. બાકી અઢાર (૧૮) રહ્યા તેને એકસઠે ગુણવા; તેથી એક હજાર ને અઠ્ઠાણું (૧૮૮૬૧=૧૦૯૮) થાય છે. તેને બાસઠે ભાગતાં ભાગમાં આવેલા (૧૦૯૮ + ૬૨=૧૭ માં ૧૭)નો ત્યાગ કર્યો. બાકી બાસઠીયા ગુમાળીશ અંશ રહ્યા; તેથી આ પ્રમાણે જવાબ આવ્યો. કેયુગના પહેલા ચંદ્રવર્ષમાં આસો સુદ પાંચમ બાસઠીયા ચુમાળીશ અંશના પ્રમાણવાળી છે એમ અહીં જાણવું.૭૭૯-૭૮૩.
અહીં ભાવાર્થ આ પ્રમાણે છે કે–બાસઠ તિથિથી પરિપૂર્ણ એકસઠ અહોરાત્ર થાય છે તેથી પરિપૂર્ણ અહોરાત્ર કરવા માટે ઈષ્ટ તિથિના રાશિને બાસઠથી ભાગવા જોઈએ. ભાગાકાર કરવાથી જે શેષ રહે તેને એકસઠથી ગુણવા જોઈએ. કારણકે દરેક તિથિનું પ્રમાણ એક અહોરાત્રના બાસઠીયા એકસઠ ભાગનું છે; તેથી એમ જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org