________________
૧૨૨
ततश्च
-
एते चांशा द्वाष- ष्ट्यंशीकृतसकलतिथिमुहूर्त्तानां । संतीति द्वाषष्ट्या मुहूर्त्तकरणाय भजनीयाः ॥ ७७१। ततो मुहूर्त्ता एकोन - त्रिंशद्द्वात्रिंशदंशकाः । द्वाषष्टिजा मुहूर्त्तस्या - गतास्तैश्च तिथेर्मितिः ॥७७२ ॥ कालेन चेयता पंच- दशांशश्चतुरंशकः । द्वाषष्ट्यंशीकृतस्येंदोर्हीयते वर्द्धते तथा ॥७७३॥ यत्तिथिश्चंद्रजेत्युक्तं तदप्येवं विनिश्चितं । इंदो: पंचदशांशस्य हानिवृद्ध्यनुवर्त्तनात् ॥७७४॥
इति तिथिमाननिरूपणं ।
सांप्रतं चेप्सितदिने कियन्मानेप्सिता तिथिः । इति ज्ञानाय करणं यथाशास्त्रं निरूप्यते ॥ ७७५॥ अभीष्टतिथिपर्यंत- स्तिथिराशिर्युगादितः ।
द्वाषष्ट्या ह्रियते लब्धं त्याज्यं शेषं तु यत्स्थितं ॥ ७७६ ॥ तदेकषष्ट्या गुणितं द्वाषष्ट्या प्रविभज्यते ।
लब्धत्रापि च त्याज्यं शेषास्तिष्ठंति ये लवाः ॥७७७॥
આ (૧૮૩૦) અંશો બાસઠીયા કરેલા આખી તિથિના મુહૂર્તોના છે, તેથી તેના મુહૂર્ત કરવા માટે બાસઠ વડે ભાગવા (૧૮૩૦ + ૬૨) તેમ કરવાથી ઓગણત્રીશ મુહૂર્તો અને એક મુહૂર્તના બાસઠીયા બત્રીશ (૨૯ ૢ) અંશ આટલું તિથિનું કાળમાન થયું.૭૭૧-૭૭૨.
આટલા કાળે પંદરીઓ એક ભાગ બાસઠીયા ભાગ કરેલા ચંદ્રના ચાર અંશ () હાનિ પામે
छे जने वृद्धि पाये छे.७७३.
કાલલોક-સર્ગ ૨૮
તેથી તિથિ ચંદ્રથી ઉત્પન્ન થાય છે, એમ જે કહ્યું-તે પણ આ પ્રમાણે પંદર અંશવાળા ચંદ્રની હાનિ-વૃદ્ધિને અનુસરીને નિશ્ચિત થાય છે.૭૭૪.
ઈતિ તિથિમાન પ્રરૂપણા.
ઈચ્છેલા દિવસે, ઈચ્છેલી તિથિ કેટલા કાળના પ્રમાણવાળી હોય છે ? તે જાણવા માટે શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે કરણ બતાવીએ છીએ.૭૭૫.
Jain Education International
યુગના આરંભથી ઈચ્છેલી તિથિ સુધીના તિથિરાશિને બાસઠે ભાગવો. ભાગમાં જે આવે તેનો ત્યાગ કરવો. શેષ જે અંક રહ્યો હોય, તેને એકસઠથી ગુણી બાસઠથી ભાગ દેવો. ભાગમાં જે આવે,
For Private & Personal Use Only
www.jainelibrary.org