________________
ચંદ્ર
ઋતુ
કઈ તિથિએ પૂર્ણ થાય ? તે જાણવાનું કરણ
एवं च
-
चतुस्त्रिंशशतच्छिन्ना - होरात्रस्य लवा अमी । ज्ञेया ज्ञेयो ध्रुवराशि - नक्षत्रकरणेऽप्यसौ ॥७०१ || अयं द्व्युत्तरवृद्धेन ध्रुवराशिर्निहन्यते । राशिनैकादिना द्वयाढ्य - चतुः शततमावधि ॥७०२ ॥ एकेना मृगांक ध्रुवराशिर्निहन्यते । जिज्ञासिते द्वितीये तु ध्रुवांकस्ताड्यते त्रिभिः ॥७०३ ॥
ट्र्याढ्यचतुः शततम - जिज्ञासायां तु ताड्यते । ध्रुवराशिस्क्र्युत्तराष्ट - शतमानेन राशिना ॥७०४॥ राशिर्युत्तरया वृद्ध्या वर्द्धमानो हि जायते । रूपोनो द्विगुणः स्वस्वा -भीष्टचंद्रर्त्तुमानतः ॥ ७०५ ॥ यथा तृतीये चंद्रत वृद्ध्या द्वयुत्तरया भवेत् । गुणक: पंचमः सोऽस्माद्रूपोंनो द्विघ्न एव हि ॥७०६॥
એક અહોરાત્રને એક સો ને ચોત્રીશે ભાગતાં આવેલા આ લવો છે ; આ ધ્રુવરાશિ નક્ષત્રના કરણમાં પણ સમજવો. ૭૦૧.
૩૦૫
૧૩૪;
૧૧૧
આ (૩૦૫) ધ્રુવરાશિને એકથી આરંભીને આગળ આગળ બે-બે વધતા અંક વડે ચાર સો ને બે વડે (૪૦૨) ચંદ્રૠતુ સુધી ગુણવો. ૭૦૨.
જેમ કે પહેલો ચંદ્રઋતુ જાણવાની ઇચ્છા હોય, તો ધ્રુવરાશિને એકથી ગુણવો અને બીજો ચંદ્રઋતુ જાણવાની ઇચ્છા હોય તો ધ્રુવરાશિને ત્રણ વડે ગુણવો. ૭૦૩.
Jain Education International
એ પ્રમાણે છેવટે ચાર સો ને બેમો ચંદ્રૠતુ જાણવાની ઇચ્છા હોય તો ધ્રુવરાશિને આઠ સો ને ત્રણ વડે ગુણવો. ૭૦૪.
અર્થાત્ અહીં જેટલામો ચંદ્રૠતુ જાણવાની ઇચ્છા હોય તે અંકને બમણો કરી તેમાંથી એક બાદ કરીએ ત્યારે એકથી આગળ આગળ બે-બેની વૃદ્ધિવાળો અંક પ્રાપ્ત થાય છે. ૭૦૫.
જેમકે ત્રીજો ચંદ્રૠતુ જાણવાને ઇષ્ટ હોય, તો બે-બેની વૃદ્ધિવાળો પાંચનો અંક આવે છે. તે પાંચનો અંક ત્રણને બમણા કરી એક બાદ કરીએ ત્યારે આવે છે. (એ જ રીતે ચાર સો ને બેમાં ચંદ્રૠતુને જાણવાની ઇચ્છા હોય, તો તેને બમણા કરી એક બાદ કરતાં આઠ સો ને ત્રણ આવે છે.)
૭૦.
For Private & Personal Use Only
www.jainelibrary.org