________________
૧૦૪
કાલલોક-સર્ગ ૨૮ ततश्च - कर्ममासद्वये षष्टिरहोरात्रा भवंति वै ।
सूर्यमासद्वयात्मर्तु-स्त्वेकषष्टिदिनात्मकः ॥६५७॥ द्विकर्ममासापेक्षस्त-द्भवेतुमृतुं प्रति ।
अहोरात्रः समधिक-श्चतुर्मास्यां तु तद्वयं ॥६५८॥ वर्षाशीतोष्णकालेषु चतुर्मासमितेषु यत् ।
अधिरात्रं भवेत्पर्व तृतीयमथ सप्तमं ॥६५९॥ तथोक्तं ज्योतिष्करंडे
तइयंमि य कायलं अइरत्तं सत्तमे य पव्वंमि । वासहिमगिम्हकाले चउचउमासे वि हीयते ॥६६०।। श्रावणो मार्गशीर्षश्च चैत्रश्चेति यथाक्रमं । वर्षाशीतोष्णकालाना-मादिमासाः प्रकीर्तिताः ॥६६॥ सूर्यर्तुपूर्तिसमये कर्ममासव्यपेक्षया । अहोरात्रः समधिकः स्यादेकैक इति स्फुटं ॥६६२॥ आषाढे च भाद्रपदे कार्तिके पौष एव च ।
फाल्गुने माधवे चाति-रात्रं नान्येषु कर्हिचित् ॥६६३।। તેથી બે કર્મમાસમાં સાઠ અહોરાત્ર હોય છે અને બે સૂર્યમાસના એક તુમાં એકસઠ અહોરાત્ર હોય છે. પ૭.
તેથી બે કર્મમાસની અપેક્ષાએ દરેક ઋતુમાં એક એક અહોરાત્ર અધિક હોય છે અને ચાર માસમાં બે અહોરાત્ર અધિક હોય છે. ૬૫૮.
વર્ષાકાળ (ચોમાસું), શીતકાળ (શીયાળો) અને ઉષ્ણકાળ (ઉનાળો) એ ચાર ચાર માસના કાળમાં ત્રીજ અને સાતમની તિથિ અધિક હોય છે વૃદ્ધિ પામે છે.) ૫૯.
તે વિષે જ્યોતિષ્કરંડકમાં કહ્યું છે કે-“ચાર મહિનાનાં કાળ પ્રમાણે વર્ષાકાળ, શીતકાળ અને ઉષ્ણકાળમાં ત્રીજા અને સાતમની તિથિ વૃદ્ધિ પામે છે.૬૬૦ - વર્ષાકાળનો પ્રથમ માસ શ્રાવણ, શીતકાળનો પહેલો માસ માગશર અને ઉષ્ણકાળનો પહેલો માસ ચૈત્ર કહ્યો છે. ૬૬૧.
સૂર્ય ઋતુ પૂર્ણ થાય ત્યારે કર્મમાસની અપેક્ષાએ એક એક અહોરાત્ર અધિક હોય છે–એ વાત પ્રગટ જ છે. ૬ર.
અષાઢ, ભાદરવો, કારતક, પોષ, ફાગણ અને વૈશાખ એ છ માસમાં જ અધિક તિથિ હોય છે; બીજા માસોમાં હોતી નથી. ૬૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org