________________
૧૦૨
કાલલોક-સર્ગ ૨૮ एकादशोऽतं वैशाख-शुक्लषष्ठ्यां निभर्त्यथ । आषाढशुक्लाष्टम्यां च द्वादशः परिपूर्यते ॥६४३॥ त्रयोदशो भाद्रपद-दशम्यां विशदत्विषि । चतुर्दशः कार्तिकीक-द्वादश्यां धवलद्युतौ ॥६४४॥ पौषश्वेतचतुर्दश्यां पूर्ति पंचदशोऽश्नुते । 'वलक्षपक्षप्राप्तांताः सप्तामी ऋतवः स्मृताः ॥६४५॥ ऋतवोऽमी पंचदश-युगपूर्वार्द्धभाविनः । इत: पंचदशोच्यते युगपश्चार्द्धभाविनः ॥६४६॥ फाल्गुनस्य प्रतिपदि श्यामायामथ षोडश । राधकृष्णतृतीयाया-मंतं सप्तदशोंचति ॥६४७॥ आषाढासितपंचम्या-मंतमष्टादशो भजेत् । भाद्रानुज्ज्वलसप्तम्यां पूर्यतेऽष्टादशानिमः ॥६४८।। कार्त्तिके विंशतितमो नवम्यां मेचकद्युतौ ।
पौषस्य कृष्णकादश्या-मेकविंशतिसंख्यकः ॥६४९॥ - વૈશાખ શુદિ છઠ્ઠને દિવસે અગ્યારમો ઋતુ પૂર્ણ થાય છે. અષાઢ સુદિ આઠમને દિવસે બારમો ઋતુ સમાપ્ત થાય છે. ૪૩.
ભાદરવા સુદ દશમને દિવસે તેરમો ઋતુ સમાપ્ત થાય છે. કારતક સુદ બારશને દિવસે ચૌદમો ઋતુ પૂર્ણ થાય છે. ૬૪૪.
પોષ સુદ ચૌદશને દિવસે પંદરમો ઋતુ પૂર્ણ થાય છે. આ સાત ઋતુઓ શુક્લપક્ષમાં સંપૂર્ણતાને પામે છે. ૬૪૫.
આ પંદરે ઋતુઓ યુગના પ્રથમ અર્ધ ભાગમાં આવે છે. હવે યુગના પાછલા અર્ધ ભાગમાં થનારા પંદર ઋતુઓ કહે છે. ૬૪૬.
ફાગણ વદ એકમને દિવસે સોળમો ઋતુ સમાપ્ત થાય છે. વૈશાખ વદ ત્રીજને દિવસે સત્તરમો ઋતુ સમાપ્ત થાય છે. ૬૪૭.
અષાઢ વદ પાંચમના અઢારમો ઋતુ પૂર્ણ થાય છે. ભાદરવા વદ સાતમનાં ઓગણીશમી ઋતુ પૂર્ણ થાય છે. ૬૪૮.
કારતક વદ નોમનાં વીશમી ઋતુ પૂર્ણ થાય છે. પોષ વદ અગ્યારશનાં એકવીસમો તુ પૂર્ણ થાય છે. ૬૪૯.
૧ વલક્ષ = શુક્લ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org