________________
સૂર્ય-ચંદ્રને નક્ષત્રભોગ્ય સમય
अभिवर्द्धितवर्षस्य पंचमस्यादिमक्षणात् । स्याद्योऽनंतरपाश्चात्यः स तुर्यस्यांतिमः क्षणः ॥४२१॥ आषाढाभिरुत्तराभि-स्तदा योगोऽमृतद्युतेः । तद् भुक्तशेषा एकोन-चत्वारिंशन्मुहूर्त्तकाः ॥४२२।। द्वाषष्टिभागाश्चत्वारि-शदेकस्याथ तस्य च । सप्तषष्टिभवाः सप्तचत्वारिंशत्किलांशकाः ॥४२३॥ पुनर्वसुभ्यां सूर्यस्य तदा योगः प्रकीर्तितः । तद्भुक्तशेषा एकोन-त्रिंशदेव मुहूर्त्तकाः ॥४२४॥ एकविंशतिरंशाश्च मुहूर्तस्य द्विषष्टिजाः । तस्यैकस्य सप्तचत्वा-रिंशच्च चूर्णिकांशकाः ॥४२५।। युगस्यान्यस्यादिमस्य चंद्राब्दस्यादिमक्षणात् ।। अनंतरो यः पाश्चात्यः पंचमाब्दस्य सोंतिमः ॥४२६।। आषाढाभिरुत्तराभिस्तदा योगः सितयुतेः । चरमे समये तासां वर्तमानो भवेत्स हि ॥४२७॥ सूर्यस्य च तदा योगः पुष्येण परिकीर्तितः । भुक्तशेषास्तदा तस्य मुहूर्ता एकविंशतिः ॥४२८॥
પાંચમા અભિવર્ધિત વર્ષના પહેલા સમયની પહેલાનો જે સમય હોય, તે ચોથા ચંદ્રવર્ષનો છેલ્લો સમય હોય છે, તે વખતે ઉત્તરાષાઢા નક્ષત્રની સાથે ચંદ્રનો યોગ હોય છે. તે વખતે તે ઉત્તરાષાઢાના ઓગણચાળીશ મુહૂર્ત, તે ઉપર એક મુહૂર્તના બાસઠીયા ચાળીશ અંશ અને એક બાસઠીયા અંશના ससहीया सुतागी २ (३८ ) मोय होय छे. ४२१-४२3.
આ વખતે પુનર્વસુ નક્ષત્રની સાથે સૂર્યનો યોગ કહેલો છે. તે વખતે તે પુનર્વસુ નક્ષત્રના ઓગણત્રીશ મુહૂર્ત, તે ઉપર એક મુહૂર્તના બાસઠીયા એકવીશ અંશ અને એક બાસઠીયા અંશના સડસઠીયા સુડતાલીશ यूलि[ २ (२८ ) सूर्यने भोगवान 45 होय छे. ४२४-४२५.
નવા યુગની આદિમાં વર્તતા પહેલા ચંદ્રવર્ષના પહેલા સમયની પહેલાંનો જે સમય હોય, તે પાંચમા અભિવર્ધિતવર્ષનો છેલ્લો સમય હોય છે.૪૨૬.
તે વખતે ઉત્તરાષાઢા નક્ષત્રની સાથે ચંદ્રનો યોગ હોય છે. તે યોગ તે ઉત્તરાષાઢાના છેલ્લા સમયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org