________________
પહેલો સૂર્ય ઋતુ કયારે ?
द्वावाषाढौ युगांते स्त-स्तत्राद्यस्य सितत्विषि । चतुर्दश्यां प्राग्युगर्तुः पूर्णस्त्रिंशत्तमो भवेत् ॥६१३॥ ततस्तस्यैव राकायां युगस्याभिनवस्य तु ।। ऋतुराधो लगेद्भाद्र-स्याद्येऽसौ पूर्यते तिथौ ॥६१४॥ आद्याषाढस्यैकदिनं त्रिंशत्रिंशद्दिनात्मकौ । द्वितीयाषाढनभसौ भाद्रस्यैकं दिनं ततः ॥६१५॥ स्युषिष्टिरेभ्य एको-ऽवमरात्रो निपात्यते । एकषष्टिदिनात्मेति सूर्यर्तुः प्रथमो युगे ॥६१६॥ एकषष्टिस्त्रिंशता च गुण्या सर्व संख्यया ।
अष्टादशशतास्त्रिंशा एवं स्युर्युगवासराः ॥६१७॥ एवमन्यत्रापि भाव्यं, यंत्रकं वा विलोकनीयं ।
सूर्यत्तुज्ञानविषये करणं प्रतिपाद्यते । येन विज्ञातमात्रेण सुखेन ऋतुरूते ॥६१८।। युगेऽतीतपर्वसंख्या कार्या पंचदशाहता ।
पर्वणो वर्तमानस्य विवक्षितदिनावधि ॥६१९।। યુગને અંતે બે આષાઢ માસ હોય છે, તેમાં પહેલા આષાઢ માસની શુક્લ ચતુર્દશીને દિવસે પહેલા યુગનો ત્રીશમો (છેલ્લો) ઋતુ પૂર્ણ થાય છે. ૧૩.
ત્યારપછી તે જ પહેલા આષાઢ માસની પૂર્ણિમાને દિવસે નવા (બીજા) યુગનો પહેલો ઋતુ શરૂ થાય છે, અને ભાદ્રપદ માસની એકમની તિથિએ તે પૂર્ણ થાય છે. ૬૧૪.
કેમકે પહેલા આષાઢ માસનો એક દિવસ અને ત્રીસ-ત્રીશ રાત્રિદિવસનો બીજો આષાઢ અને શ્રાવણ માસ તથા ત્યારપછી ભાદ્રપદ માસનો એક દિવસ સર્વ મળીને બાસઠ રાત્રિદિવસ થયા, તેમાંથી એક ક્ષયતિથિનો દિવસ બાદ કરવો. એ રીતે યુગની શરૂઆતમાં એકસઠ દિવસનો પહેલો સૂર્ય ઋતુ થયો. ૬૧૫-૧૬.
એક યુગમાં ત્રીશ, ઋતુ હોવાથી તે એકસઠને ત્રીશે ગુણતાં (૬૧૪૩૦=૧,૮૩૦) એક યુગના અઢાર સો ને ત્રીશ દિવસો થયા.૬૧૭.
એ જ પ્રમાણે બીજી ઋતુઓ અંગે પણ જાણવું, અથવા પાનાં ૯૮ ઉપરનું યંત્ર જોવું.
હવે આ સૂર્ય ઋતુને જાણવા માટે કરણ (રીત) કહે છે, કે જે રીત જાણવા માત્રથી જ સહેલાઈથી ઋતુ જાણી શકાય છે. ૬૧૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org