________________
અયન કાઢવાની રીત
૭૯
नवानां ननु मासानां पर्वाण्यष्टादशागमन् । तानि पंचदशघ्नानि द्वौ शतौ स्त: ससप्तती ॥४९१।। पंचम्यां पृष्टमिति च क्षिप्यते तत्र पंचकं । पंचसप्ततिसंयुक्ते संजाते द्वे शते ततः ॥४९२॥ नवमास्यां च चत्वारोऽवमरात्रा भवंति ये । ते त्यज्यंते ततो जातौ द्वौ शतौ सैकसप्तती ॥४९३॥ अस्य राशेः सत्र्यशीति-शतेन भजने सति । लब्धमेकं रूपमष्टा-शीतिः शेषावतिष्ठते ॥४९४॥ ततश्चातीतमयन-मेकं तदपि दक्षिणं । सांप्रतं वर्तमानं च गण्यतामुत्तरायणं ॥४९५।। तस्याप्यष्टाशीतितमं सांप्रतं वर्तते दिनं । द्वितीयोऽप्यत्र दृष्टांतो दर्श्यते गुरुदर्शितः ॥४९६॥ पंचविंशतिमासाति-क्रमे केनापि पृच्छ्यते ।
दशम्यामयनं किं भो वर्त्ततेऽद्य गतं च किं ॥४९७॥ નવ માસમાં અઢાર પર્વો વીતી ગયા છે; તેથી અઢારને પંદરે ગુણતાં બસોને સીતેર થાય છે. (૧૮×૧૫ =૨૭૦). ૪૯૧.
પાંચમને દિવસે પ્રશ્ન કર્યો છે, તેથી તેમાં પાંચ ઉમેરતાં બસો ને પંચોતર (૨૭૦+૫ = ૨૭૫) થાય છે. ૪૯૨.
પછી નવ માસમાં ચાર ક્ષય તિથિઓ આવે છે, તેથી તેમાંથી ચાર બાદ કરતાં બાકી બસોને એકોતેર (૨૭૫-૪=૧૭૧) રહે છે. ૪૯૩.
પછી આ રાશિને એક સો ને વ્યાશીએ ભાગતાં, ભાગમાં એક આવે છે, અને અયાશી (૨૭૧ - ૧૮૩=૧ ) શેષ રહે છે. ૪૯૪.
તેથી એક અયન વ્યતીત થયું, તે પણ દક્ષિણાયન વ્યતીત થયું. અને હમણાં બીજું એટલે ઉત્તરાયણ વર્તે છે એમ જાણવું.૪૯૫
તે ઉત્તરાયણનો પણ આજે અઠયાશીમો દિવસ વર્તે છે, એમ સિદ્ધ થયું. હવે ગુરુભગવંતે બતાડેલ બીજું પણ ઉદાહરણ કહું છું.૪૯૬.
પચીશ માસ ગયા પછી દશમને દિવસે કોઈએ પ્રશ્ન કર્યો કે-અરે ! આજે કયું અયન વર્તે છે? ૧ પૂર્ણિમા અને અમાવાસ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org