________________
અયનના અહોરાત્ર કેટલા ?
अत्र भावना चैवं -
आवृत्तिघनादेकस्मा-दावृत्तिरपरा भवेत् । दिने चतुरशीत्याढ्य-शततमे यथाक्रमं ॥५५९॥ सत्र्यशीति दिनशत-मानमेकं यतोऽयनं । समाप्यारभ्यते नव्या-यनं घने ततोऽग्रिमे ॥५६०॥ नभ:कृष्णप्रतिपदो माघस्य श्यामसप्तमी । भवेच्चतुरशीत्याढ्य-शततम्येव तद्यथा ॥५६॥ षण्णां मासामहोरात्राः स्युरशीतियुतं शतं । माघस्य सप्ताहानीति सप्ताशीतियुतं शतं ॥५६२॥ एभ्यस्त्रयोऽवमरात्राः पात्यंते मासषट्कजाः ।
ततश्चतुरशीत्याढ्यं शतमेव व्यवस्थितं ॥५६३।। तत्र च - सत्र्यशीतिदिनशत-मानमेकं किलायनं ।
षष्ठ्यां पूर्णं पुनश्चान्य-त्सप्तम्यां प्रत्यपद्यत ॥५६४॥ एवं च - माघस्य श्यामसप्तम्या द्वादशी नभसोऽसिता ।
सत्र्यशीतिशततमी पूर्ण तत्र ततोऽयनं ॥५६५॥ અહીં તાત્પર્ય આ પ્રમાણે જાણવું-સૂર્યની એક આવૃત્તિના દિવસથી બીજી આવૃત્તિ અનુક્રમે એક સો ને ચોરાશીમા (૧૮૪) દિવસે આવે છે. પપ૯.
કારણ કે એક અયનનું પ્રમાણ એક સો ને વ્યાશી (૧૮૩) દિવસનું છે, તેથી ૧૮૩ દિવસે અયનને સમાપ્ત કરી ત્યાર પછીના ૧૮૪ મે દિવસે નવા અયનનો આરંભ થાય છે. પ૬૦.
શ્રાવણ વદ એકમથી મહા વદ સાતમનો દિવસ એક સો ને ચોરાશીમે દિવસે આવે છે. તે આ પ્રમાણે.–૫૬૧.
છ માસના અહોરાત્ર એક સો ને એશી (૧૮૦) થાય છે, તે ઉપર મહા માસના સાત દિવસ હોવાથી એક સો ને સત્યાશી (૧૮૭) અહોરાત્ર થાય છે. ૫૨.
તેમાંથી છ માસમાં ત્રણ તિથિનો ક્ષય આવે છે માટે ત્રણ બાદ કરતાં બાકી એક સો ચોરાશી (૧૮૪) રહે છે. ૫૩.
તેમાં એક સો ને વ્યાશી દિવસના પ્રમાણવાળું એક અયન મહા વદ છઠ્ઠને દિવસે પૂર્ણ થાય છે અને સાતમનાં બીજું શરૂ થાય છે. પ૬૪.
એ જ પ્રમાણે મહા વદ સાતમથી શ્રાવણ વદ બારશ એકસો ને વ્યાશીમે દિવસે આવે છે, તેથી તે દિવસે તે અયન પૂર્ણ થાય છે. ૫૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org