________________
વિષુવૃત્ પ્રકરણ
एवं च मकरे राशौ यद्भानोरुत्तरायणं ।
कर्के याम्यायनं लोके ख्यातं तदपि संगतं ॥ ५७३॥
अथ विषुवत्प्रकरणं निरूप्यते
पंचदशमुहूर्त्तात्मा रजनी दिवसोऽपि च ।
.
यत्र तुल्यावुभौ स्यातां स कालो विषुवं स्मृतं ॥ ५७४ || तथोक्तमभिधानचिंतामणौ " तुल्यनक्तंदिने काले विषुवद्विषुवं च तत् ।” तच्च श्यामादिवसयोः पंचदशमुहूर्त्तयोः ।
प्रदोषकाले विज्ञेयं निश्चयापेक्षया बुधैः ॥ ५७५॥
યતઃ सार्द्धकनवतौ बाह्या-दाभ्यंतराच्च मंडलात् । समाक्रांतेषु सूर्येण मंडलेषु भवेदिदं ॥ ५७६ ॥ तत्प्रत्ययनमेकैकं ततस्तानि युगे दश । याम्यायनस्य पंचौजान्येषु स्युर्मास कार्त्तिके ॥ ५७७॥ समानि माधवे मासि पंच सौम्यायनस्य च । तिथिचंद्रार्क नक्षत्र - योगोऽथैषां निरूप्यते ॥ ५७८॥
-
મહા માસમાં સર્વે (પાંચે) આવૃત્તિઓ કરે છે. ૫૭૨.
આ પ્રમાણે મકર રાશિમાં સૂર્યનું ઉત્તરાયણ અને કર્ક રાશિમાં દક્ષિણાયન લોકમાં પ્રસિદ્ધ છે તે પણ સંગત થાય છે. ૫૭૩.
૯૧
હવે વિષુવનું પ્રકરણ કહેવામાં આવે છે.—જે કાલે પંદર મુહૂર્તની રાત્રિ અને પંદર મુહૂર્તનો દિવસ એમ બન્ને તુલ્ય હોય, તે કાળ વિષુવત્ કહેવાય છે. ૫૭૪.
તે વિષે અભિધાનચિંતામણિમાં કહ્યું છે કે-‘‘રાત્રિ અને દિવસ તુલ્ય હોય એવો કાળ, વિષુવૃત્ અને વિષુવ કહેવાય છે.
પંદર મુહૂર્તની રાત્રિ અને પંદર મુહૂર્તનો દિવસ હોય, તે દિવસે પ્રાતઃકાળે પંડિતોને નિશ્ચયની અપેક્ષાએ વિષુવત્ જાણવો. ૫૭૫.
કહ્યું છે કે—‘‘બાહ્ય અને આત્યંતર મંડળથી જ્યારે સૂર્ય સાડીએકાણું માંડલાને ઓળંગે છે ત્યારે આ વિષુવ હોય છે. ૫૭૬.
,,
તે વિષુવ એક અયનમાં એક જ આવે છે, તેથી એક યુગમાં તે દશ વાર આવે છે,તેમાં દક્ષિણાયનના પાંચ એકી (૧–૩-૫-૭-૯) વિષુવો કાર્તિક માસમાં આવે છે. ૫૭૭.
ઉત્તરાયણના પાંચ બેકી (૨-૪-૬-૮-૧૦) વિષુવો વૈશાખ માસમાં આવે છે. હવે આ વિષુવોની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org