________________
८3
વિષુવ જાણવાનું પ્રકરણ
अतिक्रम्य द्विनवतिं पर्वाण्यष्टममीरितं । अश्विनीनाम्नि नक्षत्रे पंचदश्यां तथा तिथौ ॥५८६।। पंचाधिकं पर्वशतं व्यतीत्य नवमं जिनैः । स्यादाषाढासूत्तरासु तिथौ षष्ठ्यामितीरितं ॥५८७॥ अतिक्रम्य तथा पर्व-शतं सप्तदशाधिकं ।
उत्तरासु फाल्गुनीषु द्वादश्यां दशमं भवेत् ॥५८८॥ अत्रेयं भावना-विषुवं स्यात्तृतीयायां षट् पर्वातिक्रमेऽग्रिमम् ।
ततो यथोत्तरं योज्याः घट् तिथ्यंके विचक्षणैः ॥५८९॥ द्वितीयादिविषुवता-मित्येवं लभ्यते तिथिः । षट्सु क्षिप्तेषु चेत्संख्या भवेत्पंचदशाधिका ॥५९०।। तदैकं पर्व पर्वांके क्षिप्त्वा पंचदशात्मकं ।
शेषांकप्रमिता विज्ञै-विज्ञेया विषुवतिथि: ॥५९१।। अथात्र करणं निरूप्यते___द्विगुणेष्टविषुवसंख्या रूपोना षड्गुणा च पर्वमितिम् ।
वक्ति तथा पर्वांको दलीकृतस्त्वाह विषुवतिथिं ॥५९२॥
બાણું પર્વ ઓળંગીને પંદરમી તિથિ (અમાવાસ્યા)માં અશ્વિની નક્ષત્રમાં આઠમું વિષુવ કહ્યું છે. ૫૮૬.
એક સો ને પાંચ પર્વ જાય ત્યારે છ8ની તિથિએ ઉત્તરાષાઢા નક્ષત્રમાં નવમું વિષુવ આવે છે એમ જિનેશ્વરોએ કહ્યું છે. ૫૮૭.
તથા એક સો ને સતર પર્વ જાય ત્યારે બારશની તિથિએ ઉત્તરાફાલ્યુની નક્ષત્રમાં દશમું વિષુવ भावे छे. ५८८.
અહીં આ પ્રમાણે ભાવાર્થ જાણવો–પ્રથમ છ પર્વ જાય ત્યારે ત્રીજની તિથિએ પ્રથમ વિષુવ આવે છે. ત્યારપછી આગળ આગળ તિથિના અંકમાં છ-છ ભેળવવા. એમ કરવાથી બીજા, ત્રીજા વિગેરે વિષવોની તિથિનો અંક આવે છે, તેમાં પણ જો છ-છ નાંખવાથી પંદર કરતાં વધારે અંક આવે, તો પર્વના અંકમાં પંદર તિથિવાળું એક પર્વવધારી શેષ અંકવાળી વિષુવની તિથિ પંડિતોએ જાણવી.પ૮૯-૫૯૧.
હવે આ બાબતનું કરણ (રીત) બતાવે છે.-જેટલામું વિષુવ જાણવાની ઈચ્છા હોય તેટલા અંકને બમણા કરી તેમાંથી એક બાદ કરી તેને છગુણા કરવા. જે અંક આવે તેટલા પર્વ જાણવા. પછી તે પર્વના અંકને અર્ધ કરવાથી જે આવે તે વિષવ તિથિનો અંક જાણવો.પ૯૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org