________________
આખા નક્ષત્ર માસના અંશો
सर्वर्तभोगकालो हि विधोः संकलितो भवेत् । सप्तविंशतिरेवाहोरात्राः पूर्णास्तथोपरि ॥५०५॥ सप्तषष्टिविभक्ताहो-रात्रांशाश्चैकविंशतिः । भमासोऽप्ययमेवेंदो-रुदग्याम्यायनात्मकः ॥५०६।। सप्तषष्टिविभक्ताहो-रात्रांशानां भवेदिह । भमासस्त्रिंशदधिकैर-ष्टादशमितैः शतैः ॥५०७॥ ईशाश्च भमासाः स्युः सप्तषष्टियुगे युगे । एकैकस्मिन् भमासे च स्यादिंदोरयनद्वयं ॥५०८॥ युक्तं ततश्चतुस्त्रिंशमयनानां शतं युगे । एकैकस्यायनस्याथ मानं व्यक्तया निशम्यतां ॥५०९॥ चरेत्प्रत्ययनं चंद्रो मंडलानि त्रयोदश ।
चतुश्चत्वारिंशदंशां-चैकस्य सप्तषष्टिजान् ॥५१०॥ ततश्च - त्रयोदशैवाहोरात्रा भागाश्च सप्तषष्टिजाः ।
___ चतुश्चत्वारिंशदहो-रात्रस्यायनमैंदवं ॥५११॥ કારણ કે ચંદ્ર સર્વ નક્ષત્રચકને ભોગવે ત્યારે કુલ સતાવીશ અહોરાત્ર પૂર્ણ અને ઉપર એક અહોરાત્રના સડસઠીયા એકવીશ અંશ (૨૭) આટલો વખત લાગે છે, ચંદ્રના ઉત્તરાયણ અને દક્ષિણાયન સ્વરૂપવાળો આટલો જ નક્ષત્રમાસ પણ છે.૫૦૫–૫૦૬.
આખા નક્ષત્રમાસના સર્વ અહોરાત્રના અંશો કરવા હોય, તો સત્યાવીશને સડસઠે ગુણી તેમાં એકવીશ અંશ ઉમેરવા; તેથી સડસઠીયા અઢારસોને ત્રીશ (૨૭૪૬૭=૧૮૦૯૨૧=) અંશો થાય છે. ૫૦૭.
આવા નક્ષત્રના માસ એક એક યુગમાં સડસઠ થાય છે અને એક એક નક્ષત્ર માસમાં ચંદ્રના બે-બે અયન હોય છે. ૫૦૮.
તે રીતે એક યુગમાં કુલ એક સો ચોત્રીશ (૧૩૪) અયન હોય છે, તે યોગ્ય જ છે. હવે એક એક અયનનું પ્રમાણ સ્પષ્ટ રીતે કહું છું તે સાંભળો.૫૦૯.
ચંદ્ર દરેક અયનમાં તેર માંડલા અને ઉપર એક માંડલાના સડસઠીયા ચુમાળીશ અંશ (૧૩) આટલું ક્ષેત્ર ચાલે છે. ૫૧૦.
તેથી ચંદ્રના એક અયનમાં તેર અહોરાત્ર અને ઉપર એક અહોરાત્રના સડસઠીયા ચુમાળીશ અંશ (૧૩) આટલો વખત લાગે છે. ૫૧૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org