________________
૮s
કાલલોક-સર્ગ ૨૮
अथात्र करणं-विशिष्टतिथियुक्ता या ह्यावृत्तिर्जातुमिष्यते ।
गुण्यते तत्संख्ययैको-नया त्र्यशीतियुक् शतं ॥५३७॥ अंकस्थानेन गुणितं येन त्र्यशीतियुक्शतं । त्रिनं रूपेणाधिकं त-द्राशौ जाते नियोजयेत् ॥५३८॥ ततश्च पंचदशभि-हते भागे यदाप्यते । गतेष्वेतावत्सु पर्वस्वावृत्तिः सा विवक्षिता ॥५३९।। पश्चादुद्धरिता येऽकास्तावत्सु दिवसेष्वथ । चरमे दिवसे विद्या-दावृत्तिं तां विवक्षितां ॥५४०।। आद्यावृत्तिर्युगे कस्यां तिथावित्यूह्यते यदि । तत्प्रस्तुतेयं प्रथमा-वृत्तिरित्येकको धृतः ॥५४१।। अस्मिंश्चैकोनिते शेषः कश्चिदंको न तिष्ठति । तत्पाश्चात्ययुगावृत्ति-दशमी धियतेंऽतिमा ॥५४२।। ततस्त्र्यशीत्याभ्यधिकं दशभिर्गुण्यते शतं । त्रिंशान्येवं शतान्यष्टादश जातान्यतः परं ॥५४३।।
- કોઈપણ આવૃત્તિ કઈ તિથિએ આવે છે ? તે જાણવાની ઈચ્છા થાય, ત્યારે તે આવૃત્તિની સંખ્યામાંથી એક બાદ કરવો. જે અંક શેષ રહ્યો હોય તેના વડે એક સો ને વ્યાશીનો ગુણાકાર કરવો. પછી તે થયેલા રાશિમાં જે અંકવડે એક સો ને વ્યાશીને ગુણ્યા હોય તે અંકનો ત્રણ ગુણો કરી તેમાં એક ઉમેરવો. પછી તેને પંદરે ભાગવા. ભાગમાં જે સંખ્યા આવે તેટલા પર્વ ગયે છતે, તે કહેવાને ઈઝેલી આવૃત્તિ થાય છે, અને જે સંખ્યા શેષ રહી હોય તેટલા દિવસોમાંના છેલ્લે દિવસે કહેવાને ઈમ્બેલી તે આવૃત્તિ જાણવી.પ૩૭–૧૪૦.
ઉદાહરણ – યુગમાં પહેલી આવૃત્તિ કઈ તિથિએ થાય? એમ જાણવાને કોઈ ઈચ્છે, તો પહેલી આવૃત્તિ જાણવાની ઈચ્છા હોવાથી એકનો અંક ધારણ કર્યો (૧). તેમાંથી એક બાદ કરીએ ત્યારે શેષ કાંઈપણ અંક રહેતો નથી, તેથી પૂર્વના યુગની છેલ્લી દશમી આવૃત્તિ ધારણ કરવી. ત્યારપછી એક સો ને ચાલીને દશે ગુણવા, તેથી અઢાર સો ને ત્રીશ (૧૮૩૮૧૦=૧૮૩૦) થાય છે. પછી એક સો ને વ્યાશીને દશે ગુણ્યા હતા તેથી દશને ત્રણ ગુણા કરી (૩૦) તેમાં એક નાંખીએ, ત્યારે એકત્રીશ (૩૧) થાય, તેને પૂર્વની (૧૮૩૦) રાશિમાં નાંખીએ, ત્યારે અઢાર સો ને એકસઠ (૧૮૬૧) થાય છે. તેને પંદરે (૧૫) ભાગતાં એક સો ને ચોવીશ (૧૨૪) આવે છે, અને એક શેષ રહે છે; તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org