________________
કાલલોક-સર્ગ ૨૮
राशित्रयस्थापना१३ ४४/६७-१-१८३०
सावार्थमाधराशा-वहोरात्रास्त्रयोदश । सप्तषष्ट्या निहत्यांशाः क्षिप्यंते संति येऽधिकाः ॥५२५॥ जाता नवशती पंच-दशोपेताथ संति ये । अष्टादश शतास्त्रिंशाः सप्तषष्टयैव तेऽपि च ॥५२६॥ सवर्णनार्थं ताऽयंते लक्षमेकं भवेत्ततः । द्वाविंशतिः सहस्राणि षट्शती च दशोत्तरा ॥५२७।। अंत्येन राशिनाथैवंरूपेण मध्यमो हतः । नूनमेकात्मको राशि-र्गुणकेन समोऽभवत् ॥५२८॥ ततोऽस्मिन्नवभिः पंचदशोपेतैः शतैर्हते । चतुस्त्रिंशं शतं लब्धमयनानां युगे विधोः ॥५२९॥ अथायनारंभरूपा भवंत्यावृत्तयो दश । तत्र स्युः श्रावणे पंच पंच माघे विवस्वतः ।।५३०॥
૪૪
ત્રિરાશિની સ્થાપના-૧૩ -૧–૧૮૩૦.
સમાન અંક લાવવા માટે પહેલી રાશિમાં જે તેર છે, તેને સડસઠથી ગુણીને તેમાં જે ચુમાળીશ અંશ અધિક છે, તે ઉમેરવા. તેથી નવ સો ને પંદર (૧૩૮૬૭+૪૪=૯૧૫) થાય. હવે જે અઢાર સો ને ત્રીશની રાશિ છે, તેને પણ સવર્ણ કરવા માટે સડસઠથી ગુણવા, તેથી એક લાખ બાવીશ હજાર છે સો ને દશ (૧૮૩૦x૬૭=૧,૨૨,૬૧૦) થાય છે. (૯૧૫–૧–૧, ૨૨,૬૧૦) સ્થાપના. પછી આ અંત્ય રાશિનો મધ્યના એક રાશિ વડે ગુણાકાર કરવો, તેથી એકવડે ગુણવાથી તે જ રાશિ આવે છે. પછી તે (૧,૨૨,૬૧૦) રાશિને નવ સો ને પંદરથી (૯૧૫) ભાગ દેવો; તેથી એક યુગમાં ચંદ્રના અયનો એક સો ને ચોત્રીશ (૧, ૨૨,૬૧૦ + ૯૧૫=૧૩૪) આવે છે. પર૫–૫૨૯. - હવે અયનના આરંભરૂપ સૂર્યની આવૃત્તિ એક યુગમાં દશ વખત થાય છે કેમ કે એક યુગમાં દશ અયન આવે છે અને એક અયનમાં સર્વ માંડલામાં સૂર્ય એક આવૃત્તિ કરે છે; તેથી એક યુગમાં સૂર્યની દશ આવૃત્તિ થાય છે.) તેમાં શ્રાવણ માસમાં સૂર્યની પાંચ આવૃત્તિ અને માઘ માસમાં પાંચ આવૃત્તિ થાય છે (આ રીતે દશ આવૃત્તિ થઈ.) પ૩૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org