________________
७४
કાલલોક-સર્ગ ૨૮ तथोक्तं ज्योतिष्करंडे
सावणबहुलपडिवए बालवकरणे अभीइनक्खत्ते ।
सव्वत्थ पढमसमए जुगस्स आई वियाणाहि ॥४६९॥ इदं तु वालभ्यवाचनानुगतं ज्ञेयं, ज्योतिष्करंडकर्तु लभ्यत्वात्, माथुरवाचनानुगतभगवत्यादिसूत्रेषु तु यस्मिन् समये मेरोदक्षिणोत्तरयोर्युगस्य प्रतिपत्तिस्ततोऽनंतरे द्वितीये समये मेरो: पूर्वापरयोर्युगस्य प्रतिपत्तिरित्यभिप्रायो श्यते, तथा च तद्ग्रंथः - जया णं भंते ! जंबूद्दीवे दीवे दाहिणड्ढे वासाणां पढमे समए पडिवज्जइ, तया णं उत्तरड्ढे वि वासाणं पढमे समए पडिवज्जइ ? जया णं उत्तरड्ढे वासाणं पढमे समए पडिवज्जइ तया णं जंबूद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पुरच्छिमपच्चत्यिमेणं अणंतरपुरेक्खडसमयंसि वासाणं पढमे समए पडिवज्जइ ? हंता गोयमा ! जया णं जंबूद्दीवे दीवे दाहिणड्ढे वासाणं पढमे समए पडिवज्जइ ? हंता गोयमा ! जया णं जंबूद्दीवे दीवे दाहिणड्ढे वासाणं पढमे समए पडिवज्जइ तह चेव जाव पडिवज्जइ, एवं चावलिकादिसूत्रगर्भितं ऋतुत्रयसूत्रं अयनसूत्रं चाधीत्य जहा अयणेणं अभिलावो तहा संवच्छरेण वि भाणिअव्वो जुएण वि वाससएण वि इत्यादि भूयान् सूत्रसंदर्भो भगवतीसूत्रादर्शाद्बोध्यः ____ जंबूद्वीपप्रज्ञप्तिसूत्रेऽपि इदमेव सूत्रं "जहा पंचमसए पढमुद्देसए' इत्यतिदेशेन संगृहीतं बोद्धव्यं, अत्र च जंबूद्वीपप्रज्ञप्तिवृत्तौ उ० श्रीशांतिचंद्रगणिभिरेवमुक्तं, युक्त्यानुकूल्यं तु
- જ્યોતિષ્કરંડકમાં કહ્યું છે કે-“શ્રાવણ માસના કૃષ્ણપક્ષની પ્રતિપદાને દિવસે બાલવ કરણ અને અભિજિત્ નક્ષત્રના પ્રથમ સમયે સર્વ ક્ષેત્રોમાં યુગનો આરંભ થાય છે-એમ જાણવું.૪૬૯.
આ વલભીવાચનાને અનુસારે કહ્યું છે એમ જાણવું, કેમકે જ્યોતિષ્કરંડકના કર્તા વલભી સંપ્રદાયના હતા; પરંતુ માથુરી વાચનાને અનુસરતા ભગવતી વિગેરે સૂત્રોમાં તો–“જે સમયે મેરુપર્વતની ઉત્તર અને દક્ષિણમાં યુગનો આરંભ થાય છે, તેની પછીના બીજે સમયે મેરુની પૂર્વ અને પશ્ચિમમાં યુગનો આરંભ થાય છે.' એવો અભિપ્રાય જોવામાં આવે છે. તે વિષે તે ગ્રંથમાં કહ્યું છે કે–“હે ભગવાન!
જ્યારે જંબૂઢીપના દક્ષિણાર્ધમાં વર્ષનો પ્રથમ સમય અંગીકાર કરાય છે, તે જ વખતે ઉત્તરાર્ધમાં વર્ષનો પ્રથમ સમય અંગીકાર કરાય છે ? અને જ્યારે ઉત્તરાર્ધમાં વર્ષનો પ્રથમ સમય અંગીકાર કરાય છે, ત્યાર પછીના બીજા સમયે જંબૂદીપના મેરુપર્વતની પૂર્વ અને પશ્ચિમમાં (મહાવિદેહક્ષેત્રને વિષે) વર્ષનો પ્રથમ સમય અંગીકાર કરાય છે ?
ઉત્તર :- હે ગૌતમ ! હા. જ્યારે જંબૂદ્વીપના દક્ષિણાર્ધમાં વર્ષનો પહેલો સમય અંગીકાર કરાય છે, વિગેરે તે જ પ્રમાણે કહેવું. યાવત્ અંગીકાર કરાય છે.” એ જ પ્રમાણે આવલિકા વિગેરેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org