________________
૫O
કાલલોક-સર્ગ ૨૮
भानि पंचदशान्यानि तुल्यक्षेत्राण्यथाभिजित् । एभ्यो विसशं भागा-स्त्रिंशदाढ्यास्य षट्शती ॥३१७॥ अर्द्धक्षेत्राणां च भानां क्षेत्रविष्कंभ ईरितः । अंशाः सहनं पंचाढ्यं प्रत्येकं तत्त्ववेदिभिः ॥३१८॥ सार्द्धक्षेत्राणां सहना-स्त्रयः पंचदशाधिकाः । तुल्यक्षेत्राणां च भागा द्वे सहने दशाधिके ॥३१९॥ क्षेत्रविष्कंभ इत्येषां भानां संकलितोऽखिलः । चतुष्पंचाशदंशानां सहस्राश्च शता नव ॥३२०॥ सप्तषष्टिं चैषु भागान् मुहूर्तेन शशी व्रजेत् । अहोरात्रेण चैकेन द्वे सहने दशाधिके ॥३२॥ सप्तषष्ट्या ततः स्वस्वभागराशौ हते भवेत् । मुहूर्त्तमार्गमृक्षाणां तच्चैवं स्पष्टमुच्यते ॥३२२।। चंद्रस्याभिजिता योगे मुहूर्ता नव कीर्त्तिताः ।
सप्तषष्टिभुवोंशाश्च मौहूर्ताः सप्तविंशतिः ॥३२३॥ બાકીના બીજા પંદર નક્ષત્રો સમાન ક્ષેત્રવાળા છે તથા અભિજિત નક્ષત્ર એ સર્વ નક્ષત્રોથી વિલક્ષણ છે. આ અભિજિત નક્ષત્રના ભાગ (અંશ) છસો ને ત્રીશ છે. (એટલો તેના ક્ષેત્રનો વિખંભ છે.) ૩૧૭.
અર્ધ ક્ષેત્રવાળા દરેક છ નક્ષત્રોના ક્ષેત્રનો વિખંભ તત્ત્વવેત્તાઓએ એક હજારને પાંચ અંશો કહ્યા છે. (છ નક્ષત્રના મળીને ૬૦૩૦ અંશો થાય છે.) ૩૧૮.
દોઢ ક્ષેત્રવાળા દરેક નક્ષત્રના ત્રણ હજાર ને પંદર અંશો છે, (છ નક્ષત્રના મળીને ૧૮૦૯૦ અંશો થાય છે.) અને તુલ્ય ક્ષેત્રવાળા દરેક નક્ષત્રનો ક્ષેત્રવિખંભ બે હજાર ને દશ અંશો છે. (પંદરના મળીને ૩૦૧૫૦ અંશો થાય છે.)૩૧૯.
આ પ્રમાણે સર્વ નક્ષત્રોનો સમગ્ર ક્ષેત્રવિખંભ ચોપન હજાર ને નવસો અંશ થાય છે. (૬૩૦+૪૦૩૦+૧૮૦૯૦૩૦૫૧૦=૫૪૯૦૦) ૩૨૦.
બે ઘડીમાં ચંદ્રમા સડસઠ અંશો ચાલે છે, તેથી એક રાત્રિદિવસમાં બે હજારને દશ અંશો ચાલે છે. (સડસઠ ને ત્રીશે ગુણવાથી ૨૦૧૦ થાય છે.) ૩૨૧.
તેથી નક્ષત્રોના જે જે અંશો કહ્યા, તે તે અંશોને સડસઠે ભાગવાથી એક મુહૂર્તનું પ્રમાણ થાય છે, તે સ્પષ્ટપણે કહીએ છીએ.૩૨૨.
અભિજિતુ ની સાથે ચંદ્રનો યોગ થાય ત્યારે નવ મુહૂર્ત અને સડસઠીયા સત્તાવીશ (C) અંશો થાય છે. (૩) ને ૬૭ વડે ભાગવાથી આ પ્રમાણ થાય છે.) ૩ર૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org