________________
પ૭
કયો માસ વૃદ્ધિ પામે તે હકીકત जातं, तेन च सूर्यमासे यद्दिनराशेरुपरितनं दिनार्धं तच्छुद्धं, अथैको द्वाषष्टिभाग एकोनत्रिंशच्च दिनानि सूर्यमाससंबंधिभ्यस्त्रिंशतो दिनेभ्यः शोध्यंते, तदा एकद्वाषष्टिभागन्यून एकोऽहोरात्रः स्थित इत्येष विश्लेषो ज्ञेयः,
त्रिंशद्भवंत्यहोरात्रा एकस्मिंस्त्रिंशता हते । द्वाषष्टिभागश्चैकोऽस्मा-त्रिंशद्गुणोऽपसार्यते ॥३६३॥ एकोनत्रिंशदित्येवं दिनान्यंशा रदैर्मिताः । मासोऽधिकोऽयं स्यात्रिंश-त्सूर्यमासव्यतिक्रमे ॥३६४॥ यगस्य मध्ये पौषोऽ-यमंते त्वाषाढा एव च । तृतीयपंचमे वर्षे तत एवाभिवर्धते ॥३६५॥ एते पंचापि मासानां भेदा द्वादशभिर्हताः ।
भवंति स्वस्ववर्षाणि तन्मानं प्राग्निरूपितं ॥३६६॥ एतेषां पंचानां मासानां प्रयोजनं त्वेवं-जीवे सिंहस्थे धन्वमीनस्थितेऽर्के । विष्णौ निद्राणे चाधिमासे न लग्नं । इत्यादि सूर्यमासाधिमासयोः प्रयोजनं. ऋतुमासश्च पूर्णत्रिंशदहोरात्रात्मक ભાગનો અર્ધ દિવસ થાય, તે સૂર્યમાસના દિવસની રાશિ ઉપરના અર્ધ દિવસમાંથી બાદ કર્યો. પછી ઓગણત્રીશ દિવસ અને બાસઠીયો એક ભાગ સૂર્યમાસ સંબંધી ત્રીસ દિવસમાંથી બાદ કરીએ ત્યારે બાસઠીયા એક ભાગ ન્યૂન એક રાત્રિદિવસ બાકી રહ્યો. આ વિશ્લેષ જાણવો.
એક રાત્રિદિવસને ત્રીસથી ગુણતાં ત્રીશ રાત્રિદિવસ થાય છે. તેમાંથી બાસઠીયો એક ભાગ ત્રીશ ગુણો કરી બાદ કરીએ ત્યારે, ઓગણત્રીસ દિવસ અને બાસઠીયા બત્રીશ ભાગ (૨૯ ) પ્રમાણવાળો અધિક માસ સૂર્યના ત્રીશ માસ જાય ત્યારે આવે. ૩૬૩-૩૬૪. - પાંચ વર્ષ પ્રમાણ એક યુગની મધ્યે ત્રીજા વર્ષમાં પોષ માસ અને પાંચમા વર્ષમાં અષાઢ માસ જ વૃદ્ધિ પામે છે.૧ ૩૬૫. - આ પાંચ પ્રકારના માસોને બારે ગુણવાથી પોતપોતાના (ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર, ઋતુ ને અભિવર્ધિત) નામના વર્ષો થાય છે. તેનું પ્રમાણ પ્રથમ બતાવી ગયા છીએ.૩૬૬.
આ પાંચ પ્રકારના માસનું પ્રયોજન આ પ્રમાણે છે.–સિંહરાશિમાં બૃહસ્પતિ હોય, ધન અને
૧. જૈન શૈલી પ્રમાણે આ બે માસ જ અધિક આવવા જોઈએ પણ હાલ અન્યદર્શનોના જ્યોતિષ પ્રમાણે પ્રવૃત્તિ થવાથી બીજા માસો પણ અધિક આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org