________________
કાલલોક-સર્ગ ૨૮
૫૮
इति निरंशतया लोकव्यवहारकारक इति शेषास्तु सूर्यादयो मासाः सांशतया प्रायो न अत एवायमृतुमासः कर्ममास इत्यपि शास्त्रांतरेऽभिधीयत इति
व्यवहारपथमवतरंतीति
ऋतुमासप्रयोजनं ।
वैशाखे श्रावणे मार्गे पौषे फाल्गुन एव च ।
कुर्वीत वास्तुप्रारंभं न तु शेषेषु सप्तसु ॥ ३६७॥ इति चंद्रमासप्रयोजनं नक्षत्रमासप्रयोजनं तु जंबूद्वीपप्रज्ञप्तिवृत्त ।
सषट्षष्टित्र्यहोरात्र - शतात्मकमुतं । यदर्काब्दं तत्र काचिदुपपत्तिर्निरूप्यते ॥ ३६८ ॥ नक्षत्रक्षेत्रभागा यंगे प्रागत्र प्रतिपादिताः । तेषां सार्द्धं शतं भानु-रहोरात्रेण गच्छति ॥ ३६९॥ ततः शतेन सार्द्धेन भागहारे कृते सति । नक्षत्रक्षेत्रभागानां सूर्यभोगार्हनिर्णयः ॥ ३७० ॥
संप्रदायगम्यं,
મીન રાશિમાં સૂર્ય હોય, વિષ્ણુના શયનના માસ હોય અને અધિક માસ હોય, તે વખતે લગ્ન થાય નહીં. ઈત્યાદિ સૂર્ય માસ અને અધિકમાસ વિગેરેનું પ્રયોજન છે, તથા ઋતુમાસ સંપૂર્ણ ત્રીશ રાત્રિદિવસનો હોવાથી અંશ રહિત હોવાથી લોક વ્યવહારમાં ઉપયોગી છે. બાકીના સૂર્યાદિ માસો અંશ સહિત હોવાથી પ્રાયે વ્યવહાર માર્ગમાં આવતા નથી. એ જ કારણથી આ ૠતુમાસ કર્મમાસ પણ કહેવાય છે એમ શાસ્ત્રાંતરમાં કહ્યું છે. આ ઋતુમાસનું પ્રયોજન કહ્યું.
વૈશાખ, શ્રાવણ, માર્ગશીર્ષ, પોષ અને ફાગણ માસમાં જ વાસ્તુનો (મકાનનો) પ્રારંભ કરવો. બાકીના સાત માસમાં કરવો નહીં.૩૬૭.
૧. અષાડ શુદિ ૧૧ થી કાર્તિક શુદ ૧૧ સુધી.
Jain Education International
इत्याद्यर्थत
આ ચંદ્રમાસનું પ્રયોજન કહ્યું, નક્ષત્રમાસનું પ્રયોજન સંપ્રદાયથી જાણવું. આ પ્રમાણે જંબૂદ્દીપપ્રજ્ઞપ્તિની ટીકામાં અર્થથી કહ્યું છે.
સૂર્ય વર્ષમાં જે ત્રણ સો ને છાસઠ રાત્રિદિવસ કહ્યા, તેની કાંઈક રીત બતાવે છે. ૩૬૮.
અહીં પ્રથમ નક્ષત્રના ક્ષેત્રના જે વિભાગો કહ્યા, તેમાંથી સૂર્ય એક રાત્રિદિવસમાં દોઢસો વિભાગ જેટલું ક્ષેત્ર ઓળંગે છે; તેથી તે તે નક્ષત્રના ક્ષેત્રના અંશોને દોઢસોએ (૧૫૦) ભાગવાથી સૂર્યના ભોગવેલા દિવસનો નિર્ણય થાય છે. ૩૬૯–૩૭૦.
For Private & Personal Use Only
www.jainelibrary.org