________________
કાલલોક-સર્ગ ૨૮
स्युर्मासाचंद्रवर्षेषु द्वादश द्वादश त्रिषु । अभिवर्द्धितवर्षे च द्वे त्रयोदशमासके ॥४०४।। द्वितीयस्येंदुवर्षस्य प्रथमः समयो हि यः । तदनंतरपाश्चात्यः स्यादाद्यस्य क्षणोंऽतिमः ॥४०५॥ आषाढाभिरुत्तराभि-स्तदा योगो हिमयुतेः ।। तासां तदानीं स्युर्नोग्याः षड्विंशतिर्मुहूर्त्तकाः ॥४०६॥ षड्विंशतिर्मुहूर्तस्य भागा द्वाषष्टिजास्तथा ।। द्वाषष्ट्यंशस्य चैकस्य सप्तषष्ट्यंशशालिनः ॥४०७॥ चतुष्पंचाशद्विभागा इह द्वाषष्टिजो लवः । सप्तषष्टिप्रविभक्त-शूर्णिकाभाग उच्यते ॥४०८॥ पुनर्वसुभ्यां साकं च तदा योगो रवेर्भवेत् । मुहूर्ताः षोडश तदा तयोर्भोग्या भवंति हि ॥४०९।। अष्टौ द्वाषष्टिजा भागा मुहूर्तस्य तथोपरि । एकस्य द्वाषष्ट्यंशस्य विंशतिश्शूर्णिका लवाः ॥४१०॥
ચંદ્ર વર્ષ અને પાંચમું અભિવર્ધિત નામનું વર્ષ છે. ૪૦૨-૪૦૩.
એકયુગમાં ત્રણ ચંદ્રવર્ષ છે તે દરેકમાં બાર બાર માસ હોય છે; તથા બે અભિવર્ધિત વર્ષ છે, તેમાં તેરેતેર માસ હોય છે. ૪૦૪.
બીજા ચંદ્રવર્ષનો જે પ્રથમ સમય છે, તેની પહેલાનો જે સમય, તે પહેલા ચંદ્ર વર્ષનો છેલ્લો સમય હોય છે. ૪૦૫.
તે સમયે ચંદ્રને ઉત્તરાષાઢા નક્ષત્રનો યોગ હોય છે. તે વખતે તે ઉત્તરાષાઢાના છવીશ મુહૂર્ત ૧ભોગ્ય હોય છે, તથા તે ઉપર એક મુહૂર્તના બાસઠીયા છવીશ ભાગ (અંશ) તથા એક બાસઠીયા અંશના સડસઠીયા ચોપન અંશ (૨૬ . ) હોય છે. અહીં બાસઠીયા અંશના જે સડસઠ ભાગ થાય છે, તેનું બીજુંનામ ચૂર્ણિકાભાગ કહેવાય છે. ૪૦૬-૪૦૮.
તે વખતે સૂર્યને પુનર્વસુ નક્ષત્રની સાથે યોગ હોય છે, તે વખતે તે પુનર્વસુ નક્ષત્રના સોળ મુહૂર્ત સૂર્યને ભોગ્ય હોય છે, તથા ઉપર એક મુહૂર્તના બાસઠીયા આઠ ભાગ અને એક બાસઠીયા ભાગના વીશ ચૂર્ણિકા અંશ (૧૬ ) હોય છે. ૪૦૯-૪૧૦.
૧. હવે પછી ભોગવવા લાયક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org