________________
કર્મની અપવર્તના
उपक्रमो भवत्येवं सर्वेषामपि कर्मणां । स्थित्यादिखंडनद्वारा प्राप्तानामनिकाचनां ॥१३७॥ प्रायोऽनिकाचितानां यत् किल्विषेतरकर्मणां । शुभाशुभपरीणाम-वशात्स्यादपवर्त्तना ॥१३८॥ निकाचितानामप्येवं तीव्रण तपसा भवेत्।
स्फूर्जत्शुभपरीणामात्कर्मणामपवर्तना ॥१३९॥ तथाहुर्महाभाष्ये-सव्वपगईणमेवं परिणामवसा उवक्कमो होज्जा ।
पायमनिकाइयाणं तवसाओ निकाइयाणंपि ॥१४०॥ नन्वप्राप्तकालमपि यद्येवं कर्म भुज्यते । प्रसज्यते तदा नूनं कृतनाशाकृतागमौ ॥१४१।। यत्प्रागनल्पस्थितिकं बद्धं भुक्तं न कर्म तत् । यच्चाल्पस्थितिकं भुक्तं तद्वद्धं तेन नात्मना ॥१४२।।
એ પ્રમાણે રાવું અનિકાચિત કર્મોની રિથત્યાદિ ઓછી કરીને કર્મોનો પણ ઉપક્રમ થઈ શકે છે.૧૩૭.
કારણ કે પ્રાયઃ શુભ અને અશુભ પરિણામથી અનિકાચિત એવા પાપ અને પુણ્ય કર્મની અપવર્તના થઈ શકે છે.૧૩૮.
એ જ પ્રમાણે તીવ્ર તપવડે ઉત્કટ શુભ પરિણામથી નિકાચિત કર્મની પણ અપવર્તના થઈ શકે છે.૧૩૯.
તે વિષે મહાભાષ્યમાં કહ્યું છે કે “એ જ પ્રમાણે પ્રાય: અનિકાચિત એવા સર્વ કર્મોની પ્રવૃત્તિઓનો પરિણામના વશથી ઉપક્રમ થાય છે, અને તપથી નિકાચિત કર્મોનો પણ ઉપક્રમ થાય છે.''૧૪૦.
પ્રશ્ન :- જો આ પ્રમાણે કાળ પ્રાપ્ત થયા વિના પણ કર્મ ભોગવાતું હોય, તો કૃતનાશ અને અકૃતાગમ નામના બે દોષની પ્રાપ્તિ થાય છે. કેમકે જે પ્રથમ મોટી સ્થિતિવાળું કર્મ બાંધ્યું હતું, તે ભોગવવામાં આવ્યું નહિ, તેથી કૃતનાશ નામનો દોષ આવ્યો. અને જે અલ્પ સ્થિતિવાળું કર્મ ભોગવવામાં આવ્યું, તે જીવે બાંધેલું જ નહોતું, તેથી અકૃતાગમ નામનો દોષ આવ્યો. ૧૪૧-૧૪૨.
૧. કરેલાનો નાશ. ૨. નહીં કરેલાની પ્રાપ્તિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org