________________
કાલલોક-સર્ગ ૨૮
रसनाशात्कृतनाशो यः स्यात्स त्विष्ट एव च । तदर्थमेव यतयो यतंते यत्तपोविधौ ॥१५८॥ अवश्यं भुज्यते कर्म यथा बद्धं तथैव चेत् । तदा तपोविधिः सर्वो व्यर्थः स्याहुरिताक्षयात् ॥१५९।। मोक्षप्राप्तिश्च कस्यापि न स्यादेव यतोगिनां । ध्रुवं तद्भवसिद्धीना-मपि कर्मावशिष्यते ॥१६०।। सत्तायामंतरंभोधि-कोटाकोटिस्थिति स्फुटं । प्रदेशैर्वेद्यते तच्च ततस्तन्नीरसं मतं ॥१६॥ किंचासंख्यभवोपात्तं नानागतिनिबंधनं । स्यादेव कर्म सत्तायां तद्भवेऽप्यंग सिद्ध्यतः ॥१६२॥ विपाकरूपेणैवास्य भवत्यनुभवो यदि । तदा तत्र भवे नाना-भवानुभवसंभवः ॥१६३॥ भवांस्तांस्तान् विपाकेना-नुभवेद्यद्यनुक्रमात् । तदा पुनः पुनः कर्म तत्र तत्रार्जयत्यसौ ॥१६४॥ एवं च कर्मसंताना-विच्छेदान्न भवेच्छिवं । ततः प्रदेशानुभवः कर्मणोऽस्तीति युक्तिमत् ॥१६५॥
તથા રસનો નાશ થવાથી જે કૃતનાશ થાય છે, તે તો ઈષ્ટ જ છે. કારણકે તેટલા માટે જ મુનિઓ તપવિધિમાં યત્ન કરે છે.૧૫૮.
જે કર્મ જે પ્રકારે બાંધ્યું હોય, તે કર્મ તે જ પ્રકારે અવશ્ય ભોગવાય છે, એમ જો હોય, તો કરેલો સર્વ તપ પાપકર્મનો ક્ષય ન કરવાથી વ્યર્થ જ થશે. અને કોઈ પણ જીવને મોક્ષની પ્રાપ્તિ થશે જ નહીં, કેમકે તે જ ભવે સિદ્ધ થનારા પ્રાણીઓનું પણ કર્મ બાકી રહેવાનું જ છે.૧૫૯-૧૬૦.
તેથી સત્તામાં રહેલું અંતઃકોટાકોટિ સાગરોપમની સ્થિતિવાળું કર્મ પ્રદેશથી વેદાય છે, તેથી તે કર્મને નીરસ માનેલું છે. તથા તે જ ભવમાં સિદ્ધ થનારા પ્રાણીને પણ અસંખ્ય ભવોમાં ઉપાર્જન કરેલું ભિન્ન ભિન્ન ગતિનું કારણભૂત કર્મ સત્તામાં તો હોય જ છે. તેનો અનુભવ જો વિપાકરૂપે જ થતો હોય, તો તે ચરમ ભવમાં વિવિધ પ્રકારના ભવોનો અનુભવ સંભવે છે અને તેથી જો તે તે ભવોને વિપાકવડે અનુક્રમે અનુભવે, તો તે જીવ તે તે ભવોમાં ફરીને કર્મ ઉપાર્જન કરેજ. તે પ્રમાણે થવાથી કર્મની પરંપરાનો વિચ્છેદ ન થવાથી કોઈ પણ જીવનો મોક્ષ થશે નહીં, તેથી કર્મનો પ્રદેશથી અનુભવ थाय छे, मेम. हे युतियुत छ.१६१-१६५.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org