________________
33
સમયનું સ્વરૂપ
तेषां क्रमाच्छेदनेषु भवंति समयाः पृथक् । असंख्यैः समयैस्तत्स्या-तंतोरेकस्य भेदनं ॥२०७॥ एवं पत्रशतोद्वेधे चक्षुरुन्मेष एव च । भाव्याश्चप्पुट्टिकायां चा-संख्येयाः समया बुधैः ॥२०८॥ तं स्वरूपेण जानंतोऽप्यहँतोऽत्यंतसौम्यतः ।
शृंगग्राहिकयान्येभ्यो निर्देष्टुं शक्नुवंति न ॥२०९॥ निर्देशो हि भवेत्तत्त-द्वचोव्यापारपूर्वकः । व्यापारो वचसां चैषोऽसंख्येयैः समयैर्भवेत् ॥२१०॥ यावत्समय इत्येषो-च्चार्यतेऽक्षरसंततिः । असंख्या: समयास्ताव-दतिक्रामत्यनेकशः ॥२११॥ जघन्ययुक्तासंख्यात-मितैः स्यादावली क्षणैः । संख्येयाभिश्चावलीभिः प्राणो भवति निश्चितं ॥२१२।। नीरोगस्यानुपहत-करणस्य बलीयसः ।
प्रशस्ते यौवने वर्त्त-मानस्याऽव्याकुलस्य च ॥२१३॥ જુદા સમય લાગે છે, તેથી એક તંતુને છેદતાં અસંખ્યાત સમયો જાય છે. ૨૦–૨૦૭.
એ જ પ્રમાણે કમળના સો ઉપરાઉપર મૂકેલા પત્રોને જોરથી વીંધતા, આંખનું મટકું મારતાં અને ચપટી વગાડતાં અસંખ્ય સમય લાગે છે એમ બુદ્ધિમાન માણસોએ જાણવું. ૨૦૮.
આવા એક સમયનું સ્વરૂપ અરિહંતો જાણે છે, તો પણ તેઓ તે સમય અત્યંત સૂક્ષ્મ હોવાથી વ્યક્તિગત એક-એક સમય બીજાઓને બતાવી શકતા નથી. ૨૦૯.
કારણ કે જેનો નિર્દેશ કરવો હોય, તે તેવા તેવા વચનના વ્યાપારપૂર્વક થઈ શકે છે અને આ વચનનો વ્યાપાર તો અસંખ્ય સમયો વડે થાય છે. ૨૧૦.
જેટલામાં ‘સમય’ એવા અક્ષરોનો ઉચ્ચાર કરાય, તેટલામાં તો અસંખ્ય સમયો અનેકવાર વતી %ीय छे.२११.
આવા જધન્યયુક્ત અસંખ્ય (ચોથું અસંખ્યાતુ તત્રમાણ) સમયોની એક આવલી થાય છે. સંખ્યાતી આવલિકાનો એક પ્રાણ થાય છે. ૨૧૨.
કોઈ પુરુષ નીરોગી, પરિપૂર્ણ ઈન્દ્રિયોવાળો, બળવાન, યુવાન, અવ્યાકુલ, માર્ગે ચાલવાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org