________________
ક્ષુલ્લકભવનું પ્રયોજન
क्षुल्लकभवप्रयोजनं चैवं
आयु:क्षुल्लभवमित-मौदारिकवपूर्भृतां ।
जघन्यतो विनिर्दिष्टं पंचमांगे जिनेश्वरैः ॥ २३६॥
कर्मप्रकृत्यादिष्वपि औदारिकशरीराणां तिर्यग्मनुष्याणामायुषो जघन्यस्थितिः क्षुल्लकभवग्रहणरूपा प्रतिपादिता, यत्पुनरावश्यकटीकायां क्षुल्लकभवग्रहणं वनस्पतिष्वेव प्राप्यते इत्युक्तं तन्मतांतरमित्यवसीयते, इति कर्मग्रंथवृत्तौ ।
तच्चैवं
एकप्राणे चावलीनां षट्चत्वारिंशदन्विताः । शताः प्रोक्ताश्चतुश्चत्वारिंशदंशाश्च पूर्ववत् ॥ २३७॥
एकक्षुल्लभवसत्त्वा-वलीभिः परिताडयेत् । प्राणक्षुल्लभवांस्तेषु शेषा आवलिकाः क्षिपेत् ॥ २३८॥ एवं चासंख्यसमयै- रावली ताभिरत्र यत् । संख्येयाभिः प्राण उक्त- स्तत्सर्वं विशदीकृतं ॥२३९॥ नन्वावलिकादिनां यदसंख्यक्षणरूपता ।
प्रोक्ता तत्प्रोच्छलद्भेकै- गकलिंजस्य पूरणं ॥ २४०॥
૩૭
ક્ષુલ્લક ભવનું પ્રયોજન આ પ્રમાણે છે.—પાંચમા અંગમાં જિનેશ્વરોએ ઔદારિક શરીરવાળાનું જધન્ય આયુષ્ય ક્ષુલ્લક ભવ જેટલું કહ્યું છે.૨૩૬.
Jain Education International
કર્મ પ્રકૃતિ વિગેરે ગ્રંથોમાં પણ ઔદારિક શરીરવાળા તિર્યંચ અને મનુષ્યના આયુષ્યની જધન્ય સ્થિતિ ક્ષુલ્લક ભવ પ્રમાણ કહેલી છે, પરંતુ આવશ્યકની ટીકામાં ‘‘શુલ્ક ભવનું ગ્રહણ (સાધારણ) વનસ્પતિમાં જ ગણવામાં આવ્યું છે.'' આ મતાંતર જણાય છે. એમ કર્મગ્રંથની ટીકામાં કહ્યું છે. એક પ્રાણમાં ચુમાળીશ સો છેંતાલીશ (૪૪૪૬) આવલિકા અને તે ઉપર અંશો પૂર્વની જેમ (૯૪) થાય છે. ૨૩૭.
તે આ પ્રમાણે-એક ક્ષુલ્લકભવની આવલિકા (૨૫૬) એક પ્રાણના ક્ષુલ્લક ભવો (૧૭)ને ગુણવા. પછી તેમાં શેષ આવલિકા (૯૪) નાંખવી. ૨૩૮.
આ પ્રમાણે અસંખ્ય સમયોની એક આવલિકા અને સંખ્યાતિ આવલિકાનો એક પ્રાણ કહ્યો છે, તે સર્વ સિદ્ધ થાય છે.૨૩૯.
પ્રશ્ન :- આવલિકાના જે અસંખ્ય સમયો કહ્યા તે ઊડતા દેડકાઓથી ગાયના વાડાને ભરી દેવા જેવું છે. કારણ કે પૂર્વનો (પહેલો) સમય વર્તતો હોય, ત્યારે ઉત્તર (પછીના) સમયની ઉત્પત્તિ થઈ
For Private & Personal Use Only
www.jainelibrary.org