________________
૩૦
एवं शुभाशुभे कार्ये यः प्रस्तावस्तदर्थिनां ।
स सर्वो देशकालः स्याद्वक्तुं शक्यः स्फुटं कियान् ॥१८८॥ यो यस्य मृत्युकालः स्यात् कालकालः स तस्य यत् । कालं तो मृत इति गम्यते लोकरूढितः ॥ १८९ ॥ कृष्णवर्णे च मरणे स्यात्कालग्रहणेऽपि च । कालशब्दो देशकाल: प्रस्तावे परिभाषितः ॥ १९०॥ तथोक्तं - कालेण कओ कालो अम्हं सज्झायदेसकालंमि । तो ते हओ कालो अकालिकाले करंतेणं ॥ १९१|| अद्धाकालस्यैव भेदः प्रमाणकाल उच्यते । अहोरात्रादिको वक्ष्यमाणविस्तारवैभवः ॥ १९२॥ पंचानामथ वर्णानां मध्ये यः श्यामलद्युतिः । सवर्णकालो विज्ञेयः सचित्ताचित्तरूपकः ॥१९३॥ भवत्यौदयिकादीनां या भावानामवस्थिति: । सादिसांतादिभिर्भगै-र्भावकालः स उच्यते ॥ १९४॥
:
કાલલોક-સર્ગ ૨૮
આ પ્રમાણે શુભાશુભ કાર્યમાં તેના અર્થીજનોને જે અવસર, તે સર્વ દેશકાળ કહેવાય છે. તે સ્પષ્ટ તો કેટલું કહેવાય ? (૭) ૧૮૮.
હવે આઠમો કાળકાળ કહે છે-જે જેનો મૃત્યુસમય હોય, તે તેનો કાળકાળ કહેવાય છે. કાળને પામ્યો એટલે મરણ પામ્યો એમ લોકરૂઢિથી કહેવાય છે.૧૮૯.
શ્યામ વર્ણને, મરણને અને કાળગ્રહણને પણ કાળ શબ્દથી કહેવામાં આવે છે અને દેશકાળ શબ્દ પ્રસ્તાવને સૂચવે છે.૧૯૦.
તે વિષે કહ્યું છે કે—‘અમારા સજ્ઝાય (કાળગ્રહણ) રૂપ દેશકાળ સમયે કાળ વડે કાળ કર્યો છે. તેથી અવસર વિના સજ્ઝાય કરનારા તે સાધુએ કાળને હણ્યો છે, એમ જાણવું.’’(૮) ૧૯૧. હવે નવમો પ્રમાણકાળ તે અહ્વાકાળનો જ ભેદ છે, તેના અહોરાત્રાદિનું વિસ્તારથી વર્ણન આગળ કહેવામાં આવશે. (૯) ૧૯૨.
પાંચ વર્ષોમાં જે શ્યામ કાંતિવાળો વર્ણ છે, તે દશમો વર્ણકાળ જાણવો. તે સચિત્ત અને અચિત્ત એમ બે પ્રકારનો છે. (૧૦) ૧૯૩.
ઔદિયકાદિ ભાવોની સાદિસાંત વિગેરે ભાંગાવડે જે સ્થિતિ થાય છે, તે અગ્યારમો ભાવકાળ કહેવાય છે. (૧૧) ૧૯૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org