________________
કાલલોક-સર્ગ ૨૮ अत्रोच्यते- नोपक्रमेण क्रियते दीर्घस्थितिककर्मणः ।।
नाश: किंत्वध्यवसाय-विशेषाद्भुज्यते द्रुतं ॥१४३।। यथा भूय:कालभोग्यान् प्रभूतान् धान्यमूढकान् । रुग्णा भस्मकवातेन नचिरादेव भुंजते ॥१४४॥ न चात्र वर्तमानानां धान्यानां विगमो भवेत् । तद्भोगः स्यात्किंतु तूर्णं न्यायोऽयं कर्मणामपि ॥१४५॥ चिरेण दह्यते रज्जु-र्वह्निना वितता यथा । सैव संक्षिप्य निक्षिप्ता क्षिप्रं भवति भस्मसात् ॥१४६।। चिरेण पच्यते वृक्षस्थित-माम्रादिकं फलं । गर्ताक्षेपपलालादि-मुक्त्या तु क्षिप्रमप्यहो ॥१४७॥ विपाकः कर्मणोऽप्येवं द्विधा प्रोक्तो जिनागमे । यथास्थित्योपक्रमाद्वा बद्धं कर्मेह भुज्यते ॥१४८॥ नन्वेवं कर्म यद्बद्धं तत्सर्वं वेद्यमेव चेत् । उपक्रमेणाल्पकाला-द्यथास्थित्यथवा चिरात् ॥१४९॥ तदा प्रसन्नचंद्रादेर्भोगो बद्धस्य कर्मणः ।
सप्तमावनियोग्यस्य प्राप्तो दुःखविपाकिनः ॥१५०॥ ઉત્તર:– દીર્ધ સ્થિતિવાળા કર્મનો ઉપક્રમવડે નાશ થતો નથી, પરંતુ વિશેષ પ્રકારના અધ્યવસાયને કારણે તે કર્મ થોડા કાળમાં ભોગવાય છે. જેમ ઘણા કાળે ખાઈ શકાય તેટલા ઘણા ધાન્યના મૂઢાને (સમૂહને) ભસ્મક રોગવાળા મનુષ્યો થોડા કાળમાં ખાઈ જાય છે. તેમાં કાંઈ વિદ્યમાન ધાન્યનો નાશ થતો નથી, પરંતુ તે શીધ્ર ખવાઈ જાય છે, એ જ ન્યાય કર્મનો પણ સમજવો.૧૪૩–૧૪૫.
જેમ લાંબી કરેલી દોરીને અગ્નિથી સળગાવીએ, તો તે ધીરે-ધીરે બળે છે અને તે જ દોરીનો દડો કરી અગ્નિમાં નાંખીએ, તો તે શીધ્ર ભસ્મસાત્ થાય છે. ૧૪૬.
તથા જેમ વૃક્ષ પર રહેલાં કરી વિગેરે ફળ ચિરકાળે પાકે છે. અને તે ફલને જો ખાડામાં નાખી તેને ઘાસવડે ઢાંક્યા હોય, તો તે શીધ્ર પાકે છે. ૧૪૭.
એ જ પ્રમાણે કર્મનો વિપાક પણ આગમમાં બે પ્રકારનો કહ્યો છે, તે આ પ્રમાણે–બાંધેલું કર્મ યથાસ્થિતિએ ભોગવે અથવા ઉપક્રમથી ભોગવે.૧૪૮.
પ્રશ્ન :- જો આ પ્રમાણે જે કર્મ જીવે બાંધ્યું હોય, તે સર્વ કર્મ ઉપક્રમ વડે અલ્પ કાળમાં અથવા યથાસ્થિતિ વડે ચિરકાળ ભોગવવાનું જ હોય. તો પ્રસન્નચંદ્ર ઋષિ વિગેરે સાતમી નરકપૃથ્વીને યોગ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org